જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

શ્રીનગર, તા. 28 માર્ચ 2019, ગુરુવાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ શોપિયાંના કેલ્લાર વિસ્તારમાં ચારથી છ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગયું જેમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા.

મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં હજુ પણ કેટલાંક આતંકવાદીઓ છુપાયા હોઇ શકે છે. બીજી બાજુ હંદવાડામાં પણ સેનાએ બે આતંકવાદીઓને ઘેરી રાખ્યાં છે. દરમિયાન શોપિયાંમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. હાલ અહીંયા મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

અગાઉ બુધવારે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બેમ્નીપોરા ગામના 24 વર્ષના તનવીર અહેમદ ડારનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCW2Zb
via Latest Gujarati News

Post a Comment

0 Comments