બદાયૂં/લખનૌ, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
લોકસભા ચૂંટણીને લઇને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સામે આવવા લાગ્યાં છે. નવું નિવેદન યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દિકરી સંઘમિત્રા મૌર્યનું સામે આવ્યું છે. સંઘમિત્રાએ એક સભાને સંબોધતા કહ્યું કે જો તમારી વચ્ચે કોઇ ગુંડાગીરી કરવા આવે છે તો તે ગુંડાઓથી પણ મોટી ગુંડી હું બની જઇશે. તમારે કોઇ ગુંડાથી ડરવાની જરૂર નથી.
2019 લોકસભા ચૂંટણીમાં સત્તા સુધી પહોંચવા માટે બીજેપી, કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં જોતરાઇ છે. મતદારોને આકર્ષવા માટે જાતજાતના વચનો આપવામાં આવે છે. મતદારોની આકર્ષવાની સાથે પોતે પણ ચર્ચામાં રહેવા માટે પણ નેતાઓ જુગડમાં રહેતા હોય છે.
ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે સ્વામી પ્રસાદની દિકરી સંઘમિત્રા પોતાના નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં હાલ ચર્ચામાં છે. જાહેરસભાને સંબોધિત કરતી વખતે સંઘમિત્રાએ કહ્યું કે,‘તમે મને આશીર્વાદ આપો. જો તમારી વચ્ચે કોઇ ગુંડાગીરી કરવા આવે છે તો તે ગુંડાઓથી પણ મોટી ગુંડી હું બની જઇશ. જો તમારા સમ્માન, સ્વાભિમાનની સાથે કોઇ રમત કરવાના પ્રયત્ન કરે છે કો સંધમિત્રા તેમનાથી પણ મોટી ગુંડી બની જઇશે.’
સંઘમિત્રાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ વિડિયોને લઇને જાતજાતની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહ્યું છે. સંઘમિત્રા બદાયૂંથી બીજેપીની ઉમેદ્દવાર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V2zmYO
via Latest Gujarati News
0 Comments