J&K: શોપિયામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

શ્રીનગર, તા. 28 માર્ચ 2019 ગુરુવાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બુધવારે મોડી રાતે સેના અને આતંકીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણ હજુ ચાલુ છે. CRPF, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જૉઈન્ટ ઑપરેશનમાં 3 આતંકવાદી ઠાર મરાયા છે.

આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરાયા છે. વિસ્તારમાં સેનાનું સર્ચ ઑપરેશન ચાલુ છે. 

CRPF, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસે શોપિયાના કેલર વિસ્તારમાં બુધવારે જૉઈન્ટ ઑપરેશનની શરૂઆત કરી. કલાકો સુધી બંને તરફથી ગોળીબારી બાદ સવારે બે આતંકવાદીઓના શબ જપ્ત થયા. બાદમાં વધુ એક આતંકીનો મૃતદેહ જપ્ત કરાયો. વિસ્તારમાં અત્યારે કેટલાક આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UeQJYZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments