
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર
વિમાની ઉદ્યોગ સાથે સંકળાયેલા એક લોબિસ્ટ દીપક તલવાર સામેના મની લોન્ડરિંગ સબંધીત કેસમાં પાટનગરના વૈભવી વિસ્તાર એરોસિટિમાં આવેલી રૃપિયા ૧૨૦ કરોડની હોટલ હોલીડે ઇનને EDએ ટાંચમાં લીધી હતી.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં દુબઇથી ભારત ધકેલાયેલા અને દિલ્હીમાં ધરપકડ કરાયેલા દીપક તલવારની માલીકીની મનાતી વેવ હોસ્પિટાલીટી પ્રા.લિ. કંપનીએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે હોટલ બાંધવા માટે કાળાનો ઉપયોગ કર્યોનો એજન્સીએ આક્ષેપ કર્યો હતો.
એરોસિટિ સંકુલમાં આવેલી આ બહુમાળી હોટલમાં સૌથી શ્રેષ્ઠ બોર્ડિંગ અને ડાઇનિંગ સુવિધા હોવાનો દાવો કરાય છે. હોટલનું બાંધકામ દિલ્હી આવતા આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ મુસાફરોના રોકાણ માટે કરવામાં આવ્યું હતું.
એજન્સીએ કહ્યું હતું કે હોટલને ટાંચમાં લેવા માટે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હંગામી ઓર્ડર કરવામાં આવ્યો હતો. એજન્સીએ તલવાર સામે મની લોન્ડરિંગના અપરાધિક કેસની તપાસ શરૃ કરી હતી.
એજન્સીએ કહ્યું હતું કે તલવારે તેણે રાજકારણીઓ, મંત્રીઓ અને એમિરાત, એર ઇન્ડિયા અને કતાર એરવેઝ જેવી એરલાઇનના ગ્રાહકો મેળવવા માટે સરકારી અધિકારીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે ગેરકાયદે અને બદઇરાદાથી ધરોબો કેળવ્યો હતો. '
તેણે ૨૦૦૮-૨૦૦૯ દરમિયાન એર ઇન્ડિયાના ભોગ આ એરલાઇન માટે ટ્રાફિક અધિકારીઓ અને ગ્રાહકો મેળવ્યા હતા'એમ એજન્સીએ કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૦૮-૨૦૦૯ દરમિયાન તરફેણકારી ટ્રાફિક રાઇટ્સ મેળવવા એરલાઇનોએ તલવારને રૃપિયા ૨૭૨ કરોડની ચૂકવણી કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WtzVLk
via Latest Gujarati News
0 Comments