
(પીટીઆઇ) લંડન, તા.30 માર્ચ, 2019, શનિવાર
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેનું સંસદમાં ફરી વાર પરાજય થતાં તેમના યુરોપીયન યુનિયન સાથેના ડાયવર્સ બિલને પાસ કરવાના રસ્તે મેના જ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રિતિ પટેલ અને સુએલા બ્રાવર્મન નામના બે ભારતી મૂળના સાંસદો અવરોધ બની રહ્યા છે.
૨૯ માર્ચની બ્રેક્ઝિટની મુદ્દત પુરી થયા પછી મેના વિડ્રોઅલ કરાર પર ત્રીજી વખતના મતદાનમાં ઘટસ્ફોટ થયો હતો કે તેઓ બોરિસ જાનસન અને જેકોબ રીસ-મોગ સહિત મોટાભાગને બ્રેક્ઝિટ તરફેણ કરનારાઓ પર સરસાઇ મેળવી શક્યા હતા.
પરંતુ તેમ છતાં તેઓ શુક્રવારે ૫૮ મતની સરસાઇથી હારી ગયા હતા. ગુજરાતી મૂળના પ્રિતિ પટેલે કરારનો ભારે વિરોધ કર્યો હતો કારણ કે તેઓ માને છે કે આ કરાર આપણા રાષ્ટ્રીય હિતમાં નથી. રેફરેન્ડમને સન્માન આપતું નથી અને લાંબા ગાળે તેની ખરાબ અસરો પડશે.
ગોવામાં જન્મેલા અને ગયા નવેમ્બરમાં યુરોપીયન યુનિયનમાંથી નીકળી જવાના વિભાગમાં રહેલા બ્રાવર્મને પણ ભારે વિરોધ કર્યો હતો.
તેઓ બંને બ્રેક્ઝિટ ઇચ્છતા ટોરી પક્ષના સભ્યો છે અને જૂન ૨૦૧૬માં યુરોપીયન સંઘમાં બ્રેક્ઝિટમાં રહેવાની તરફેણ કરતા આવ્યા છે.યુરોપીયન રિસર્ચ ગુ્રપના કેટલાક સભ્યો એ પણ મેએ રાજીનામું આપવાની ઓફર કર્યા પછી તેમને ટેકો આપ્યો હતો. પટેલ અને બ્રાવર્મન ટોરી જુના ૩૪ સભ્યોને યુરોપીયન સંઘમાં રહેવા સમજાવ્યા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uClsRv
via Latest Gujarati News
0 Comments