
નવીદિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર
બાલાકોટ એરસ્ટ્રાઇકના ૩૩ દિવસ પછી પાકિસ્તાની લશ્કર, પત્રકારોના એક જૂથને ઘટનાસ્થળે લઇ ગયું હતું. જો કે સત્ય જાણવા માટે ત્યાં ગયેલા પત્રકારોને ત્યાં પણ નિરાશ જ થવું પડયું. બાલાકોટના કેટલાક વિસ્તારોને હજી પણ પાકિસ્તાની પેરામિલિટરી દળોએ ઘેરી રાખ્યા છે, અને ત્યાં જવાની કોઇને પણ છુટ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૮ માર્ચે પાકિસ્તાની લશ્કર પત્રકારોના એક જૂથને હેલિકોપ્ટર દ્વારા બાલાકોટ લઇ ગયું હતું. લોકેશન પર પહોંચેલા પત્રકારોને મદરેસાના બાળકો સાથે વાત કરવાની મંજૂરી અપાઇ હતી. એમને વીડિયો પણ ઉતારવા દેવાયો.
ઘટના સ્થળના કેટલાક ભાગને હજી પણ 'કવર' કરેલો રાખવામાં આવ્યો છે. ત્યાં કોઇને જવાની છૂટ નથી. આ જગ્યાની સુરક્ષા, ફ્રન્ટિયર કોટર્સના જવાનો કરી રહ્યા છે. ફ્રેન્ટિયર કોટર્સ, પાકિસ્તાનના પેરામિલિટર દળોની એક ટુકડી છે.
૨૮ માર્ચ પત્રકારોની આ ટુકડી સવારે ૧૦ થી બપોરે ૩.૩૦ સુધી બાલાકોટના ઘટનાસ્થળે હાજર રહી. નોંધનીય છે કે ગઇ તા.૧૪ ફેબુ્રઆરીએ થયેલા પુલવામા હુમલાના ૧૨ દિવસ પછી ૨૬ ફેબુ્રઆરીના રાત્રે ૩.૩૦ વાગ્યે ભારતે પાકિસ્તાનની અંદર બાલાકોટમાં એરિયલ સ્ટ્રાઇક કરી હતી.
ભારતીય વાયુદળના ફાઇટર વિમાન મિરાજ દ્વારા કરાયેલા આ હુમલામાં લગભગ ૧૦૦૦ કિલો બોંબ પાકિસ્તાની કબજામાં રહેલા બાલાકોટ પર ઝીંકવામાં આવ્યા હતા. આના પરિણામે આતંકી જૂથ જૈશ-એ-મહંમદના અડ્ડા સાફ થઇ ગયા હતા.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ ૨૭ ફેબુ્રઆરીએ જણાવ્યું કે ઉપરોક્ત ટ્રેનિંગ કેમ્પમાં ભરાઈ બેઠેલા જૈશના આતંકિયોનો ભારતે ખાત્મો કરી નાખ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ આતંકીઓની સંખ્યા ૩૦૦ જેટલી હતી.
જો કે પાકિસ્તાને જણાવ્યું કે ભારતના હુમલાથી કોઈ નુકશાન થયુ નથી. અલબત્ત, છેલ્લા એક મહિનાથી પાકિસ્તાને આ સ્થળને ઘેરી રાખ્યું છે. અહી પાકિસ્તાનના પેરામિલિટરી દળો, અને સ્થાનિક પોલીસ તૈનાત છે. આ સ્થળની આસપાસ કોઈને જવા દેવાતા નથી.
મીડિયા એજન્સી રોઈટર્સની ટીમે ૨૮ ફેબુ્રઆરીથી ૮ માર્ચ દરમિયાન ત્રણ વાર બાલાકોટમાં જવાની કોશિશ કરી હતી. જો કે ત્રણેય વાર એને પાકિસ્તાની સેનો જવા દીધી હતી. ક્યારેક ખરાબ હવામાનનું બહાનું કાઢ્યું, તો કદીક સુરક્ષાનું... !
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CL30KN
via Latest Gujarati News
0 Comments