અમદાવાદ, તા. 30 માર્ચ 2019 શનિવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલશે.
આજે 30મી માર્ચે અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર તરીકે વિજય મૂહુર્તમાં બપોરે 12.39નાં ટકોરે ફોર્મ ભરવાના છે. જેના માટે તેઓ રોડ શો કરીને ફોર્મ ભરવા જશે.
શકિત પ્રદર્શન રૂપી રોડ શો સરદાર પટેલ સ્ટેચ્યૂ ત્યાંથી હોટેલ ડી.આર.એચ, મહેતા સ્વીટ માર્ટ, નારણપુરા ક્રોસ રોડ, પ્રિન્સ ભાજીપાઉં, કામેશ્વર મંદિર, અંકુર ક્રોસ રોડ, જી.એસ.સી બેંક, શ્રીજી ડેરી, ટેલીફોન એક્સચેન્જ રોડ, સત્ય ટાવર 2, જગદીશ વાસણ ભંડાર, પ્રભાત ચોક, સમર્પણ ટાવર, સનટ્રેક ભાજીપાઉ અને છેલ્લે સરદાર ચોક પહોંચશે. જે બાદ ગાંધીનગર જવા રવાના થશે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા મેગા રોડ શો કરવાના છે અને રોડ શોમાં સામેલ થતા પહેલા તેઓએ પોતાના પરિવાર સાથે કેટલીક ક્ષણો વિતાવી હતી. અમિત શાહ તેમના પત્ની ,પૌત્રી અને પરિવારજનો સાથે જોવા મળ્યા હતા. અમિત શાહના નિવાસ સ્થાને પણ તેમના સંબંધીઓ અને સમર્થકો પહોંચ્યા હતા તેમજ તેમને શુભકામના પાઠવતા જોવા મળ્યા.
અમિત શાહના રોડ શોમાં સામેલ થવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સરદાર પટેલ ચોક પહોંચ્યા હતા.
- રોડ શોમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના નેતાઓ સામેલ થવાના છે. ગુજરાતના તમામ વરિષ્ઠ નેતાઓ પણ રોડ શોમાં સામેલ થશે.
અમિત શાહના રોડ શો દરમિયાન એનડીએ સામેલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને લોજપાના રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
- કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પણ ભાજપ અધ્યક્ષ અમિત શાહના રાડ શોમાં સામેલ થયા. તેઓનું એરપોર્ટ પર સ્વાગત થયુ અને એરપોર્ટથી તેઓ સીધા જ સરદાર પટેલ સ્ટેચ્યુ પહોંચ્યા હતા.
અમિત શાહના અમદાવાદમાં મેગા રોડ શોમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સામલે થયા. રોડ શોમાં સામેલ થવા એરપોર્ટ પહોંચેલા ઉદ્ધવ ઠાકરેનું શિવસૈનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ અને એરપોર્ટ પર શિવસેના ઝીંદાબાદના નારા લાગ્યા હતા.
- ભાજપના કાર્યકરો, અમિત શાહના સમર્થકો અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- ગામડે ગામડેથી દૂધ ઉત્પાદક ડેરીની મહિલાઓ કળશ અને શ્રીફળ સાથે રોડ શોમાં સામેલ થઈ છે. તો નાની બાળાઓ અને યુવાઓ કેસરિયા પાઘડી સાથે સમગ્ર વિસ્તારને ભાજપના ભગવામાં પલટાવી દેવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત રોડ શોમા સામેલ થનારા ભાજપના કદ્દાવર નેતાઓ અને એનડીએના સાથી પક્ષોના કદ્દાવર બેનરો જોવા મળી રહ્યા છે.
Gujarat: Visuals from Ahmedabad where preparations are underway ahead of the filing of nominations by BJP President Amit Shah. He is contesting #LokSabhaElections2019 from Gandhinagar parliamentary constituency. pic.twitter.com/TJjQ18lAJR
— ANI (@ANI) March 30, 2019
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V4MSeh
via Latest Gujarati News
0 Comments