ભુવનેશ્વર, તા. 15 એપ્રિલ 2019 સોમવાર
ભારતે સોમવારે 1000 કિલોમીટરની રેન્જવાળી સબ-સોનિક ક્રૂઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ. આ મિસાઈલને ઓડિશાના ચાંદીપુર પાસે આવેલા બાલાસોરથી લૉન્ચ કરવામાં આવ્યુ.
આ મિસાઈલ સમગ્રરીતે દેશમાં નિર્મિત છે. આ મિસાઈલનું નિર્માણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને એરોનૉટિકલ ડેવલપમેન્ટ ઈસ્ટેબલિશમેન્ટ એડીઈના બેંગાલુરુ લેબોરેટરીમાં કર્યુ.
દુશ્મનના જહાજને પણ નષ્ટ કરવામાં સક્ષમ ભારતની તમામ મિસાઈલોનું નિર્માણ હૈદરાબાદમાં ડીઆરડીઓ મિસાઈલ કૉમ્પલેક્ષમાં થાય છે પરંતુ નિર્ભયનું નિર્માણ બેંગલોરમાં થયુ છે. અહીં એરિયલ કંટ્રોલ છે લક્ષ્ય, નિશાંત અને રૂસ્તમનું નિર્માણ કરાયુ અને આ તમામ માનવરહિત છે. આમાં ઈનીશિયલ નેવીએશન સિસ્ટમનો પ્રયોગ થયો છે. નિર્ભય પોતાની રેન્જમાં આવનાર દુશ્મન જહાજો અને અન્ય વસ્તુને સમગ્રરીતે નષ્ટ કરવામાં સક્ષમ થશે.
વર્તમાન તૈયારી અનુસાર મિસાઈલ 300 કિલોમીટર સુધી જશે અને ફરી 100થી 150ની રેન્જમાં પાછી જશે. આ મિસાઈલ પોતાની સાથે પરમાણુ સામગ્રી લઈ જઈ શકે છે. છ મીટરની નિર્ભય મિસાઈલનું વજન લગભગ 1500 કિલોગ્રામ છે. જરૂર પડવાની સ્થિતિમાં આ મિસાઈલ 24 અલગ-અલગ પ્રકારના ગોળા બારૂદ દુશ્મનો પર વરસાવી શકે છે. નિર્ભય મિસાઈલ જમીનથી ઉપર 100 મીટરની રેન્જથી લઈને ચાર કિલોમીટરની રેન્જ સુધી સરળતાથી ઉડી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UzTaXb
via Latest Gujarati News
0 Comments