જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પછી આખરે બ્રિટન માફી માંગવા તૈયાર


નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર

બ્રિટિશ અધિકારી જનરલ ડાયરે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમિયાન પંજાબના જલિયાંવાલા બાગમાં નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપીને જે હત્યાકાંડ આચર્યો હતો તે દુનિયાના સૌથી જઘન્ય હત્યાકાંડ પૈકીનો એક ગણાય છે.

જોકે બ્રિટને આ માટે ચોખ્ખા શબ્દોમાં સત્તાવાર રીતે માફી ક્યારેય નથી માંગી નહોતી.હવે જ્યારે જલિયાવાલા બાગના હત્યાકાંડના 100 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે એવુ કહેવાઈ રહ્યુ છે કે, બ્રિટન આ  માટે જાહેરમાં માફી માંગતુ નિવેદન કરસે.

13 એપ્રિલ, 1919ના રોજ અસહકારના આંદોલનને ટેકો આપવા બાગમાં હજારો લોકો એકત્રિત થયા હતા ત્યારે બ્રિટિશ કસાઈ જનરલ ડાયરે વગર કોઈ ચેતવણી આપે લોકો પર 10 મિનિટ સુધી સૈનિકો પાસે ગોળીઓ ચલાવડાવી હતી.આ હત્યાકાંડમાં 1000 લોકોના મોત અને 1500 લોકો ઘાયલ થયા હતા.જોકે બ્રિટિશ સરકારે મરનારા લોકોની સંખ્યા ઓછી બતાવી હતી.

હત્યાકાંડના શતાબ્દી વર્ષના અનુસંધાનમાં 19 ફેબ્રુઆરી, 2019ના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં થયેલી ચર્ચામાં એક મંત્રી એનાબેલ ગોલ્ડીએ  કહ્યુ હતુ કે, બ્રિટિશ સરકાર ઔપચારિક રીતે માફી માંગવા માટે વિચારી રહી છે.મને ખબર છે ત્યાં સુધી આ હત્યાકાંડની જે તે સમયની સરકારે નિંદા કરી હતી પણ એ પછીની કોઈ સરકારે આ માટે માફી માંગી નથી.

એવુ મનાઈ રહ્યુ છે કે 13 એપ્રિલે જ બ્રિટિશ સરકાર માફી માંગતુ નિવેદન બહાર પાડશે.બ્રિટનના વિદેશ સચિવ જેરમી હંટ આ માટે ભારત આવી શકે છે.

આ પહેલા પૂર્વ પીએમ ડેવિડ કેમરુને પણ આ હત્યાકાંડને બ્રિટિશ સરકારની સૌથી શરમજનક ઘટના ગણાવી હતી.

આ હત્યાકંડ માટે માફી માંગવાનો મુદ્દો પાર્લામેન્ટમાં ભારતીય મૂળના બે સાંસદો રાજ લૂંબા અને મેઘનાદ દેસાઈએ ઉઠાવ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, નરસંહારની શતાબ્દિ ચાલી રહી છે ત્યારે માફી માંગવા માટે અને ભૂલ સુધારવા માટે આ સૌથી યોગ્ય મોકો છે

બ્રિટિશ પીએમ ટેરેઝા મેને આ માટે બંને સાંસદોએ પત્ર પણ લખ્યો છે.તેમણે કહ્યુ છે કે, તેનાથી સરકારની ભારતીય મૂળના લોકોમાં ઈમેજ વધારે બહેતર થશે.જે તે સમયે બ્રિટિશ સંસદ જનરલ ડાયરને વખોડવનુ ભૂલી ગઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WUkDzk
via Latest Gujarati News

Post a Comment

0 Comments