રામ મંદિરનો ભાજપના મેનિફોસ્ટોના 40મા પાને માત્ર 2 લાઈનનો ઉલ્લેખ


નવી દિલ્હી,તા.8.એપ્રિલ 2019, સોમવાર

ભાજપના મેનિફેસ્ટોમાં જાત જાતના વાયદા કરવામાં આવ્યા છે પણ સૌથી આંચકાજનક વાત એ છે કે જે મુદ્દાના કારણે પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરે ઉદય થયો તે મુદ્દાને મેનિફેસ્ટોમાં લગભગ ભુલાવી દેવાયો છે.

વાત રામ મંદિરની થઈ રહી છે.પાર્ટીના મેનિફેસ્ટોમાં રામ મંદિરનો માત્ર 2 લીટીમાં જ ઉલ્લેખ છે અને તે પણ મેનિફેસ્ટોની બૂકલેટના છેક 40મા પાના પર.

ભાજપને 2 બેઠકો ધરાવતી પાર્ટીથી સત્તા પર પહોંચવા સુધીની સફરમાં સૌથી વધારે યોગદાન રામ મંદિરના મુદ્દાનુ રહ્યુ છે.દર વખતે ભાજપ રામ મંદિર બાંધવાના વચનને ચૂંટણી વખતે દોહરાવે છે પણ આ વખતે તો જાણે તેનો કરવા ખાતર ઉલ્લેખ કરાયો હોય તેવુ લાગી રહ્યુ છે.

ભાજપે મેનિફેસ્ટોમાં લખ્યુ છેકે, રામ મંદિર સંવિધાનના દાયરામાં રહીને અયોધ્યામાં બનાવવા માટેની તમામ શક્યતાઓ પર વિચાર કરાશે અને તે માટે તમામ જરુરી પ્રયાસો કરશે.

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 1991માં લાલકૃષ્ણ અડવાણીએ આખા દેશમાં રથયાત્રા કાઢી હતી.જેના પગલે ઉઠેલી હિન્દુત્વની લહેરનો ફાયદો ભાજપને મળ્યો હતો.આ વર્ષે યુપીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 221 બેઠકો સાથે ભાજપે પહેલી વખત સત્તા કબ્જે કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FWljxr
via Latest Gujarati News

Post a Comment

0 Comments