
મુંબઇ તા.24 એપ્રિલ 2019, બુધવાર
મુંબઇના આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી દુબઇ જતા પ્રવાસીઓને આંતરીને એર ઇન્ટેલીજન્સ યુનિટના અધિકારીઓએ તેની પાસેથી ૧૦૦ કિલો મોરપીચ્છ હસ્તગત કર્યા હતા.
મુંબઇમાં અત્યાર સુધીમાં પકડાયેલો મોરના પીંછાનો આ મોટામાં મોટો જથ્થો હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.
મોરનો આરક્ષિત પક્ષીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૯૭૨ના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ રક્ષિત મોરના પીંછાની નિકાસ પર પ્રતિબંધ છે. છતાં દાણચોરી થઇ છે.
એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ દુબઇની ફલાઇટમાં જવાની તૈયારી કરતા ત્રણ ઉત્તર પ્રદેશના અને કેરળના પ્રવાસીને આંતરી તેમની પાસેની છે. બેગ ખોલાવીને જણી લેતા મોરપીચ્છનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. આ પીંછા ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3VyC5
via Latest Gujarati News
0 Comments