
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
દેશમાના વિપક્ષોઓની પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ છે. શરદ પવારે પહેલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને પછી તેઓ મેદાનમાંથી હટી ગયા. કેપ્ટન જ જો મેદાનમાંથી હટી ગયા હશે તો પછી તેમણે મેદાનમાં ઉતારેલા છોકરાઓ શું રમશે? આવા કરસણતા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર ઉપર ટીકા કરી.
એનસીપીના વડાએ પહેલાં ચૂંટણી લડવાની જાહેરાત કરી અને પછી ખસી ગયા એટલે ટોણો માર્યો
પાર્થ પવાર આ તો બારામતીનું પાર્સલ છે એ પાર્સલ તે પાછું બારામતી મોકલી આપો, એવું પણ મુખ્ય પ્રધાને પાર્થનું નામ લીધા વગર કહ્યું. ત્રીજા તબક્કામાં માઢા અને બારામતી આ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે ત્યાં એનસીપીની પરિસ્થિતિ ખરાબ છે હવે માવળને ધક્કો આપવાનો વારો આવ્યો છે, એમ પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું.
ગઠબંધનની સરકાર હતી પણ ૨૦૦૮ના હુમલાનો નિષેધ કરવા સિવાય કશું કર્યું નથી. ભાજપ સરકારે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો વાળ્યો છે. આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યાનું સમગ્ર વિશ્વએ માન્યું પણ કોંગ્રેસ એનસીપીના મહાખિચડીને એ માન્ય નથી, એમ પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ રીતે કરી દીધું.
પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ એનસીપી કહે છે કે અમે ૧૨૪ કલમ કાઢી નાંખીશું. દેશ વિરોધી ગતિવિધિઓ કરવાવાળાઓના વિરોધમાં ઠોસ પગલા ઉઠાવવાની ભૂમિકા લેવાવાળુ ક્લબ હટાવવામાં આવે એવી વિપક્ષની માગણી છે. આવી પાર્ટીઓને મતદાન કરવું આ યોગ્ય છે કે? આવા સવાલ પણ મુખ્ય પ્રધાન ફડણવીસે કર્યો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dw3qoU
via Latest Gujarati News
0 Comments