દ.મુંબઈ લોકસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાના પુત્ર અને શિવસેનાના યુનિયન લીડર વચ્ચે જંગ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 24 એપ્રિલ 2019, બુધવાર

દેશની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરનારી  દક્ષિણ મુંબઈ લોકસભાની બેઠકની ચૂંટણી (કોલાબાથી લોઅરપરેલ, ભાયખલા સુધી) પર વેપારીથી માંડીને  ઉદ્યોગપતિની નજર છે.   અહીંથી એવો સાંસદ  ચૂંટાઈને  જવો જોઈએ કે જે  કારોબાર અને વ્યાપારનામુદ્દે  પાર્લામેન્ટમાં યોગ્યરીતે  ઉઠાવી શકે.  આ મતદાર ક્ષેત્રમાં ઉપનગર સહિત બહારગામથી દરરોજ  લાખો લોકો નોકરી ધંધા  માટે આવે  છે. આ મતદારક્ષેત્રમાં ગત ચૂંટણીમાં  શિવસેના સાંસદ અરવિંદ સાવંત મોદીની લહેરમાં ચૂંટાઈને આવ્યા  હતા અને તેના  પ્રતિસ્પર્ધી  દિગ્ગજ નેતા ઉમેદવાર મિલિન્દ દેવરાને પરાજિત કર્યા છે.આ વખતે ફરી શિવસેના-ભાજપે  અરવિંદ સાવંતને  ઊમેદવારી  આપીછે  અને કોંગ્રેસથી  ઉમેદવારી મિલિન્દ દેવરાને મળી છે.  આથી  આ બન્ને વચ્ચે જોરદાર રસાકસી  છે.

અહીં  યુતિ હોવા છતાં ભાજપના  ટેકેદાર વર્ગ મતદાન  કરવા બહાર પડશે કે નહિં  એવો પડકાર શિવસેના સામે છે. શિવડી, વરલી, વિધાનસભા મતદારક્ષેત્રમાં  મરાઠી સમાજ બહુસંખ્યામાં છે. તેપરંપરાગત શિવસેનાના હકના મત છે. પરંતુ માતબર વર્ગ  ગુજરાતી, રાજસ્થાની સમાજના મત ખેંચવા માટે  શિવસેનાને સખત પરિશ્રમ કરવોપડશે.

જ્યારે કોંગ્રેસ-એન.સી.પી.ના ઉમેદવાર મિલિન્દ દેવરા પણ પોતાના મતદાર ક્ષેત્રમાં જીત મેળવવા જોરદાર કમર કસી છે. તેમનો  ચૂંટણી પ્રચાર સામે શિવસેના ઝાંખી પડે છે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯માં મિલિન્દ દેવરા  અહીંથી  સાંસદ હતા અને કેન્દ્રીય પ્રધાન પદેપણ હતા.   અહીંના મુસ્લિમ મતો  વંચિત બહુજન આઘાડીમાં  ન જાય તે માટે કોંગ્રેસ પરંપરાગત મત અંકે કરવા કમર કસી  છે. આથી કોંગ્રેસ અને શિવસેના વચ્ચે જોરદાર ટક્કર છે.

લોકસભા ક્ષેત્રનો ઈતિહાસ

ક્ષેત્રમાં પ્રથમ સાંસદ કોંગ્રેસના સદાશિવ કાનોજી પાટિલ હતા. આ  લોકસભા મતદાર ક્ષેત્રમાં  કોંગ્રેસમાં  દેવરા પરિવારની હંમેશા  વિશેષ રહી  છે. મુરલી દેવરા ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૮માં  સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.  વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૯માં સાંસદ તરીકે   ભાજપના જયવંતીબેન મહેતા ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ ૨૦૦૪ અને વર્ષ ૨૦૦૯માં  મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૪માં  ચૂંટણીમાં  મિલિન્દ દેવરાને એક યુનિયન લીડર શિવસેનાના અરવિંદ સાવંતે ૧,૨૮,૫૨૪ મતની સરસાઈથી ેપરાજિત કર્યા હતા. આ હાર મિલિન્દ દેવરા પચાવી શક્યા નથી. પરાજિત થયા બાદ સામાન્ય મતદારોથી દૂર થઈ ગયા હતા.  પણ હવે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ  પદે નિમણૂંક થતાં હવે  ફાયદો મિલિન્દને  મળી શકે છે.  

 પાંચ વર્ષનો હિસાબ

ગત પાંચ વર્ષમાં અરવિંદ સાવંતે મતદાર ક્ષેત્રની  કોઈ ખાસ તસ્વીર  બદલી નથી. દિલ્હીના રાજકારણના અખાડામાં  સાવંતની પોતાની  ઓળખ  બતાવી શક્યા નથી. ગત પાંચ વર્ષના સમયમાં  અરવિંદ સાવંતે  પોતાના સાંસદ ફંડમાંથી  ૯ કરોડ રૂપિયા નિર્માણકાર્ય પર, લગભગ પોણા ચાર કરોડ રૂપિયા ડ્રેનેજ લાઈન પર,  સાડા ત્રણ કરોડ રૂપિયા શૌૈચાલયના નિર્માણ પર અને  ત્રણકરોડ રૂપિયા રસ્તા પાછળ અને અઢી કરોડ રૂપિયા પાણીના  વિતરણ સુધારા પરખર્ચ કર્યો છે. સાંસદમાં તેમની  ઉપસ્થિતિ લગભગ ૧૮ ટકાથી વધુ છે. સદનના કાર્યવાહીમાં ૫૨૬  દિવસમાં  ૫૧૫ દિવસ  ઉપસ્થિત હતા.  ૨૬૪  વિવિધ મુદ્દા પર  ચર્ચામાં ભાગ  લીધો હતો.  પાર્લામેન્ટમાં  ૪૩૦ પ્રશ્ન  પૂછ્યાહતા.  જેમાં રેલવે, નાણા, કૃષિ, ખેડૂતો માટે  સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ, માનવસંશોધન સંબંધિત સવાલ હતા.

રાજકીય ગણિત

લોકસભાની ચૂંટણી પછી વિધાનસભ અને મુંબઈ મહાનગરપાલિકાની  ચૂંટણીમાં  શિવસેના અને ભાજપની પોતાની મજબૂતાઈ  ટકાવી રાખી હતી.  લોકસભાની ચૂંટણી  બાદ ૭ મહિના બાદ  યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં  વરલી અને શિવડી  વિધાનસભા  પર શિવસેનાએ  જીત હાંસલ કરી હતી. જ્યારે મલબાર હિલ અને કોલાબા  વિધાનસભા પર ભાજપે  કબજો  જમાવ્યો હતો. મુસ્લિમ સમાજ ધરાવતા ભાયખલામાં  એમ.આઈ.એમ.ને  જીત મળી હતી.  જ્યારે  મુંબાદેવી વિધાનસભાથી  કોંગ્રેસ અમીન પટેલ ફરી જીત્યા  હતા. એટલે કે શિવસેના-ભાજપના  ચાર અને કોંગ્રેસના એક વિધાનસભ્ય છે.

જ્યારે ૨૦૧૭માં  મુંબઈ મહાનગરપાલિકાની  ચૂંટણીમાં દક્ષિણ મુંબઈમાં ૩૨ નગરસેવક છે. એમાં શિવસેનાના ૧૪ અને ૧૦ નગરસેવક છે.  જ્યારે કોંગ્રેસના  પાંચ, મનસે, એમ.આઈ.એમ. અને અખિલ ભારતીય સેનાના એક-એક  નગરસેવક જીત હાંસલ કરી હતી. આમ રાજકીય  ગણિત જોતા  અહીં શિવસેના-ભાજપની  મજબૂત પકડ છે. આથી કોંગ્રેસને માટે જીત મેળવવા માટે  ભારે મહેનત કરવી દેખાઈ રહી છે.

મુંબઈમાં આ એક જ લોકસભા મતદાર ક્ષેત્રમાં મતદારોની સંખ્યા વધી

સામાન્ય રીતે મુંબઈમાંથી લોકો પલાયન થઈ રહ્યા છે. મુંબઈના ૬ બેઠકમાંથી પાંચ બેઠકમાં  મતદારોની સંખ્યા ઝડપથી  ઘટી રહી છે.  જ્યારે દક્ષિણ મુંબઈના એક માત્ર લોકસભા મતદાર ક્ષેત્રમાં  મતદારોની  સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૪ની  તુલનામાં  ૩૧ જાન્યુઆરી  ૨૦૧૯ સુધી  ૪૬૦૯૦ મતદારોની સંખ્યા વધી છે. ગત લોકસભા ચૂંટણી વખતે  ૧૪ લાખ ૮૫ હજાર ૩૫૬ મતદારો છે અને આ વખતે મતદારોની  સંખ્યા વધીને  ૧૫ લાખ ૩૧ હજાર ૪૪૬ થઈ છે.

વર્ષ ૨૦૧૪માં લોકસભાના પરિણામ

શિવસેના ઉમેદવાર અરવિંદ સાવંતને  ૩,૭૪,૬૦૯ મત, કોંગ્રેસથી મિલિન્દ દેવરાને ૨,૪૬,૦૪૫ મત મનસેથી બાળા નાંદગાવકરને  ૮૪,૭૭૩, આપ પાર્ટીના ૪૦,૨૯૮ મત મળ્યા હતા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6wWc6
via Latest Gujarati News

Post a Comment

0 Comments