જેટ એરવેઝના 1100 પાયલટોએ વિમાન નહી ઉડાવવાનો કર્યો નિર્ણય


નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2019, રવિવાર

સંકટમાંથી પસાર થઇ રહેલા જેટ એરવેઝના રાષ્ટ્રીય સંગઠન નેશનલ એવિએટર્સ સાથે જોડાયેલા લગભગ 1100 પાયલટો વેતન નહી મળવાને કારણે સોમવારે સવારે 10 વાગ્યથી વિમાન નહી ઉડાવવાનો નિર્ણય કર્યો છે. પાયલટોની સાથે એન્જીનિયર અને સિનિયર મેનેજરોને પણ વેતન નથી મળ્યું. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે દેવામાં ડૂબેલી આ કંપનીના અન્ય વર્ગના કર્મચારીઓને પણ માર્ચ સુધીનું વેતન નથી આપવામાં આવ્યું.

ગિલ્ડી પાસેથી મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં અમને લગભગ છેલ્લા સાડા ત્રણ મહિનાનું વેતન મળ્યું નથી અને અમને ખબર નથી કે અમારું વેતન ક્યારે મળશે. તેથી અમે 15 એપ્રિલથી વિમાન નહી ઉડાવાવના અમારા નિર્ણય સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. NAGના તમામ 1100 પાયલટ સોમવારે સવારથી ઉડાન નહી ભરે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iy79p1
via Latest Gujarati News

Post a Comment

0 Comments