આજે હાથી પર સાયકલ સવાર છે, નિશાને ચૌકીદાર છે: નરેન્દ્ર મોદી


મુરાદાબાદ, તા. 14 એપ્રિલ 2019, રવિવાર

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે મુરાદાબાદ પહોંચેલા વડાપ્રધાન મોદીએ અહીં વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, અહીં મહામિલાવટની મહાગિરાવટ પાક્કી છે. વિપક્ષના નેતાઓને આ સમયે એક જ કામ છે, મોદીને ગાળો આપવી. આ કારણે હું ગાળો પ્રુફ થઇ ગયો છું.

તેમણે કહ્યું કે, ખરેખર સંકટ અસ્તિત્વનું હતું, તેથી પહેલાની તમામ ગાળો પાછળ રહી ગઇ અને નારો બનાવ્યો મેરું પણ માફસ, તારું પણ માફ નહીતર બંન્ને થઇ જશું સાફ, પરંતુ જનતા તેમને માફ નહી કરે. હાફ-હાફ વાળાને પુરાં સાફ કરી દેશે અને ફરીવાર ભાજપને પૂર્ણ બહૂમતિ આપશે. રાજકારણ શું-શું નથી કરાવતી, આજે હાથી સાયકલ પર સવાર છે અને નિશાને ચૌકીદાર છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P97W1b
via Latest Gujarati News

Post a Comment

0 Comments