
નવી દિલ્હી, તા. 14 એપ્રિલ 2019, રવિવાર
સોશિલય મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને ઓપરેટ કરવામાં રવિવારે દુનિયાભરના યૂઝર્સને મુશ્કેલી પડી છે. જો કે સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યૂઝર્સને મુશ્કેલી પડી રહી નથી. ટ્વીટર પર આ મુદ્દે #WhatsAppDown #FacebookDown #InstagramDown ટ્રેન્ડ થઇ રહ્યું છે. જો કે આ સંબંધમાં અત્યાર સુધીમાં કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર આજે સવારથી જ આ સમસ્યા સામે આવવાની શરૂ થઇ ગઇ છે. ગત મહિને પણ આ સમસ્યા સામે આવી હતી અને ત્યારે તે સમસ્યા દૂર કરવામાં 24 કલાકનો સમય લાગ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ddztdc
via Latest Gujarati News
0 Comments