કાનપુર, તા. 20 એપ્રિલ 2019 શનિવાર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં રૂમા ગામ નજીક શનિવારે મોડી રાતે ટ્રેન દુર્ઘટના ઘટી. અહીં પૂર્વા એક્સપ્રેસની 12 બોગિયા પાટા પરથી ઉતરી ગઈ. જેમાં 4 ડબ્બા પલ્ટી ગયા. એસી કોચ બી-3 સમગ્રરીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પૂર્વા એક્સપ્રેસ ટ્રેન સંખ્યા-12303 હાવડાથી નવી દિલ્હી જઈ રહી હતી.
ઘટનામાં 45 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા છે. તમામ મુસાફરોને હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. ઘટના સ્થળે રેલ્વેના અધિકારી પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. ઘટના બાદથી અપ અને ડાઉન લાઈન પર રેલની અવરજવર ઠપ થઈ ગઈ છે.
ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાધિકારી, એસએસપી અને અન્ય અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તેમજ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કાનપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિજય વિશ્વાસ પંત પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી. મુસાફરોને કાનપુર સેન્ટ્રલ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલ્વેના અધિકારીઓએ કહ્યુ કે યાત્રીઓને કાનપુરથી દિલ્હી લઈ જવા માટે એક વધારે ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UNeFUk
via Latest Gujarati News
0 Comments