નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019 શનિવાર
મથુરાના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં શનિવારે સવારે એક મોટી ઘટના ઘટી. ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી આઈસક્રીમ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીક થયો.
એક ડઝનથી વધારે લોકો ગેસ લીકેજની ચપેટમાં આવી ગયા છે. ફેક્ટરીમાં ગેસ લીકની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ અને પોલીસે ગેસ લીકના સંપર્કમાં આવેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
અમોનિયા ગેસ લીકમાં કોઈ પ્રકારનું નુકસાન અને જાનહાનિ ન થાય તેથી પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરી દીધો છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ કર્મી હાજર છે.
અમોનિયા ગેસ ફેલાવવાથી ગામના લોકોને ગૂંગળામણ થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી છે. એક સાથે ઘણા લોકોની તબિયત બગડી ગઈ છે. આનાથી ગ્રામીણોમાં ભયનો માહોલ સર્જાયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IKb9D2
via Latest Gujarati News
0 Comments