
વોશિંગ્ટન, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શ્રીલંકામાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જોકે તેમણે ટ્વિટ કરીને જે શ્રદ્ધાંજલી દરમિયાન જે આંકડા આપ્યા હતા તેમાં લોચો માર્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે શ્રીલંકામાં ૧૩૮ મિલિયન (એટલે કે ૧૩.૮ કરોડ) લોકો માર્યા ગયા છે. ટ્રમ્પ ૧૩૮ લોકો માર્યા ગયા તેના બદલે પાછળ બિલિયન લગાવી દેતા લોકોએ ભારે હાંસી ઉડાવી હતી અને આ પ્રકારના ગેરજવાબદારી ભર્યા ટ્વિટની નિંદા પણ કરી હતી. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જે લોકો માર્યા ગયા છે તેમને મારી શ્રદ્ધાંજલિ પાઠવુ છું, આ હુમલામાં ૧૩૮ મિલિયન લોકો માર્યા ગયા છે અને ૬૦૦ ઘવાયા છે. દરેક માટે પ્રાર્થના કરુ છું.
ટ્રમ્પના આ ભૂલ ભરેલા ટ્વિટ તરફ નજર દોરવવા માટે અન્ય ફોલોઅર્સે ટ્રમ્પને જવાબ આપ્યો હતો, એક ટ્વિટર યૂઝરે કહ્યું હતું કે અમારી વસતી જ માંડ ૨૦ મિલિયન છે અમે તમે કહો છો કે ૧૩૮ મિલિયન લોકો માર્યા ગયા. શ્રીલંકામાં ૨૧.૪૪ મિલિયન એટલે કે આશરે બે કરોડની વસતી છે જ્યારે ટ્રમ્પે ટ્વિટ કર્યું કે ૧૩ કરોડ લોકો માર્યા ગયા છે. જેને પગલે ટ્રમ્પની ભારે ટીકા થઇ હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vdTOdM
via Latest Gujarati News
0 Comments