
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
લાંબી પ્રતિક્ષા પછી ભાજપે આજે તેના વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં દિલ્હીમાંથી હર્ષ વર્ધન અને દિલ્હી પ્રદેશ ભાજપના પ્રમુખ તેમજ સાંસદ મનોજ તિવારીનો સમાવેશ થતો હતો.
ઉપરાંત દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાના વર્માના પુત્ર સર્વેશ વર્માને પશ્ચિમ દિલ્હીમાંથી અને રમેશ વિધુડીને દક્ષિણ દિલ્હીમાંથી ઊભા રાખ્યા છે.ડોકટર હર્ષ વર્ધનને ચાંદની ચોકમાંથી ટિકિટ અપાઇ હતી.
દિલ્હીમાં કુલ સાત લોકસભા બેઠકો છે, પરંતુ હજુ સુધી અન્ય ત્રણ બેઠકોના ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. તો આ તરફ ઇન્દૌરમાં લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને ટિકિટ નહીં આપી તેમની જગ્યાએ શંકર લાલવાણીને લોકસભા માટે ઊભા રાખ્યા છે.
લાલવાણી ઇન્દૌર વિકાસ સત્તા મંડળના અધ્યક્ષ છે.ઉપરાંત કેન્દ્રના મંત્રી હરદીપ સિંહ પુરીને અમૃતસરમાંથી ટિકિટ અપાઇ હતી.
રવિવારે ભાજપે જારી કરેલા નામોમાં ઇન્દૌર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં ઘોષીમાંથી હરિનારાયણ રાજભરને ટિકિટ અપાઇ હતી.
તો આ તરફ દિલ્હી લોકસભા માટે આમ આદમી પાર્ટીએ તમામ સાત બેઠકોના પોતાના ઉમેદવારોની નામની જાહેરાત કરી દીધી હતી, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેના એક પણ ઉમેદવારના નામની જાહેરાત નહીં કરતાં લોકોમાં તરેહ તરેહની વાતો થવા લાગી હતી.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી જોડાણ અથવા બેઠકોની વહેંચણી અંગે મંત્રણાઓ ચાલી રહી હતી, પરંતુ કોઇ જ ઉકેલ નહીં આવતા આજે આમ આદમી પાર્ટીએ પોતાના સાતે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DotIt0
via Latest Gujarati News
0 Comments