રાષ્ટ્રીય સુરક્ષા નહીં પણ નોકરીઓ અને ખેડૂતોની અવદશા ચૂંટણીનાં મુખ્ય મુદ્દા:કોંગ્રેસ


કોંગ્રેસે લેફ. હુડ્ડાના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાનો સર્વે કરાવ્યો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

કોંગ્રેસે આજે કહ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો છે, પરંતુ હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં તો બેરોજગારી અને ખેડૂતોની અવદશા જેવા મુદ્દા જ ચારે તરફ ચર્ચાય છે.

લેફ. જનરલ (નિ)ડી.એસ.હુડ્ડાના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય સુરક્ષા અંગેના એક અહેવાલને ખુલ્લો મૂકતાં કોંગ્રેસે કહ્યું હતું કે  ચૂંટણીમાં  માત્ર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો જ મુખ્ય મુદ્દો છે તે કહેવું તદ્દન ખોટું છે, જો કે તે મહત્ત્વનો છે. પી.ચિદમ્બરની હાજરીમાં જારી કરાયેલા અહેવાલ એ હંગામી નથી કે આવેગજન્ય પણ નથી.

'ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી નંબર વન મુદ્દો છે બેરાજગારીનો. બીજો મુદ્દો ખેડૂતોની અવદશા અને ત્રીજો મુદ્દો છે મહિલાઓ, બાળકો, દલિતો, આદિવાસીઓ, વનવાસીઓ, લઘુમતીઓ, પત્રકારો, શિક્ષણ શાસ્ત્રીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ સહિત સમાજના વિવિધ વર્ગોની સલામતીનો. આ ત્રણ મુદ્દા હાલની ચૂંટણીમાં અગ્રેસર છે'એમ ચિદમ્બરમે પત્રકારોને કહ્યું હતું.

લોકસભાની ચૂંટણી દરમિયાન જારી કરાયેલો  અહેવાલ રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ધારણાને બદલવાનો છે? એવા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે'રાષ્ટ્રીય સુરક્ષા મહત્ત્વનો મુદ્દો, પણ એમ કહેવું કે હાલમાં તે જ મુદ્દો ચારે કોર છવાયેલો છે તે કહેવું ખોટું છે.

ભાજપ દેશભક્તિ માટે છે જ્યારે કોંગ્રેસ વોટભક્તિ માટે એવા ભાજપના આરોપો અંગે જયરામ રમેશે કહ્યું હતું કે 'લોકોની નોકરીઓ છીનવી લેવી અથવા તો ખેડૂતોને યાતનાઓ આપવી એ દેશભક્તિ ના  કેહવાય.

માત્ર છાતી ફુટીને રાષ્ટ્રવાદ ના આવે, બલકે તેના માટે યુવાનોને નોકરીઓ આપવાથી દેશભક્તિ આવશે. અમારા દેશપ્રેમ અને ભાજપના દેશ પ્રેમમાં ખૂબ ફરક છે. લેફ. હુડ્ડાના સર્વેના અનેક સુચનો પણ કોંગ્રેસ સત્તામાં આવશે તો અમલ કરવાની ચિદમ્બરમે ખાતરી આપી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vgUf7c
via Latest Gujarati News

Post a Comment

0 Comments