નવી દિલ્હી, તા. 8. એપ્રિલ 2019 સોમવાર
ભાજપે લોકસભાની આગામી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે.જાણીએ કે ભાજપે લોકોને શું વાયદા કર્યા છે.
--આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસી
--યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે.
--લોકસભા અને રાજ્યસભામાં પણ સિટિઝનશિપ એમેડમેન્ટ બિલ પાસ કરાશે.કોઈ રાજ્યની સાંસ્કૃતિક ઓળખ પર જોખમ નહી સર્જાય
--એક લાખના ક્રેડિક કાર્ટ પર મળતી લોન પર પાંચ વર્ષ સુધી ઝીરો ટકા વ્યાજ
--દરેક પરિવાર માટે પાકુ મકાન, મહત્તમ ગ્રામ્ય પરિવારોને ગેસ સિલિન્ડર
--આયુષ્માન ભારત હેઠળ 1.5 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખોલાશે.
--2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરાશે.
-- પાંચ વર્ષ સુધી ખેતી માટેની લોન એક લાખ રુપિયાની લોન પર ઝીરો ટકા વ્યાજ
--એક દેશમાં એક જ સમય ચૂંટણી માટે પ્રયાસ કરાશે
--વેપારીઓ માટે રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવાશે
--સ્મોલ એન્ડ મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
--75 નવી મેડિકલ કોલેજો ખોલાશે
--એન્જિનયરિંગ સહિતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બેઠકો વધારાશે
--2022 સુધીમાં તમામ રેલવે ટ્રેકનુ ઈલેક્ટ્રિફિકેશન અને તમામ રેલવે લાઈનોનુ બ્રોડગેજમાં રુપાંતર
--નેશનલ હાઈવેની લંબાઈ ડબલ કરાશે.
--દર 1400 લોકો સામે એક ડોક્ટરનો રેશિયો રહશે
--આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે મ્યુઝિયમ
--આગામી પાંચ વર્ષ દરમિયાન શિક્ષકોને વિશેષ તાલીમ
--વડાપ્રધાન ઈનોવેટિવ લર્નિગં પ્રોગ્રામ હેઠળ પ્રતિભાશાળી બાળકોને વર્ષમાં એક વખત એક પ્લેટફોર્મ પર ભેગા કરાશે.તેમને સુવિધાઓ પુરી પડાશે
--રાષ્ટ્રિય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનની સ્થાપના.ચાર વર્ષનો કોર્સ રહેશે.
--સ્કૂલોમાં સ્માર્ટ કલાસીસ શરુ કરાશે
--2024 સુધીમાં કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય જેવી 200 નવી સ્કૂલો ખોલાશે
--પાંચ વર્ષમાં ઓનલાઈન કોર્સને શિક્ષણ મેળવવાનો મુખ્ય સ્ત્રોત બનાવાશે
--ટુરિઝમ યુનિવર્સિટી અને પોલીસ યુનિર્સિટીની સ્થાપના કરાશે
--સ્ટડી ઈન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન અપાશે
--ઈનોવેશનને પ્રોત્સાહન અપાશે, રિસર્ચને પ્રોત્સાહન આપવા વિના મુલ્યે જર્નલ અપાશે
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vx0PSG
via Latest Gujarati News
0 Comments