નવી દિલ્હી, તા. 8. એપ્રિલ 2019 સોમવાર
મધ્યપ્રદેશના સીએમ કમલનાથ અને તેમના સહયોગીઓ પર ગઈકાલે જે રીતે આઈટી વિભાગે રેડ પાડી હતી તે જોતા અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ સ્પેશ્યલ 26 ની યાદ આવી ગઈ હતી.
રેડનુ આયોજન એ રીતે કરાયુ હતુ કે ખુદ સીએમને દરોડા પડ્યાના બે કલાક બાદ તેની જાણકારી મળી હતી.રેડમાં સામેલ 300 આઈટી અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનો રોલ બખૂબી અદા કર્યો હતો.તેમને સીઆરપીએફના 300 જવાનોએ સુરક્ષા પુરી પાડી હતી.
એવુ મનાઈ રહ્યુ છે કે રવિવારે સવારે પાડેલા દરોડાના 30 કલાક બાદ પણ કામગીરી ચાલી રહી છે અને 100 કરોડ રુપિયાનુ કાળુ નાણુ મળ્યુ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.
આઈટી વિભાગે કમલનાથના ઓએસડી પ્રવીણ કક્ડના ઈંદોર અને ભોપાલ સ્થિત ઘરે દરોડા પાડવા માટે શનિવારે રાતે 12 વાગ્યે ટુરિસ્ટના નામે ગાડીઓ બૂક કરાવી હતી.આ કામગીરીથી મધ્યપ્રદેશ પોલીસને દુર રખાઈ હતી.દેશના ઈતિહાસમાં પહેલી વખત દરોડા માટે સીઆરપીએફની મદદ લેવાઈ હતી.જે કેન્દ્ર સરકારના આદેશ હેઠળ કામ કરે છે.
દરોડા માટેની તૈયારીઓ પંદર દિવસથી ચાલી રહી હતી અને તપાસ માટે અધિકારીઓ પણ દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા.આઈટી વિભાગને ડર હતો કે સ્થાનિક લોકોના સહયોગ લેવાના કારણે દરોડાની માહિતી લીક થઈ શકે છે.આ માટે સીઆરપીએફ ટીમને બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશ રવાના કરી દેવાઈ હતી.
રાતે અઢી વાગ્યે સીએમ કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડના નિકટના અશ્વિની શર્માના ઘરે આઈટીની ટીમ પહોંચી ત્યારે દરવાજો ખખડાવવા પર શર્માના પરિવારજનોએ દરવાજો તો ખોલ્યો હતો પણ આઈટીની ટીમને જોઈને દરવાજો બંધ કરી લીધો હતો.અડધો કલાક બાદ માંડ માંડ તેમણે ફરી દરવાજો ખોલ્યો હતો.
જબલપુર અને દિલ્હીમાં તાજેતરમાં પડેલી રેડમાંથી આઈટી વિભાગને ભોપાલમાં અશ્વિન શર્મા અને ઈન્દોરમાં લલિત છજલાની હવાલા કૌભાંડમાં સંડોવાયેલા હોવાની માહિતી મળી હતી.એ પછી પ્રવિણ કક્કડ અને પૂર્વ સલાહકાર આરકે મિગલાની નામના બિઝનેસમેન સસુધી તેનો રેલો પહોંચ્યો હતો.
એવુ કહેવાઈ રહ્યુ છે કે, ભોપાલમાં અશ્વિનના ઘરે નોટો ગણવાના મશિનો મુકાયા છે.અહીંથી મળનારી રકમ 100 કરોડથી વધારે હોઈ શકે છે.
અશ્વિન શર્મા કોંગ્રેસની સરકાર બન્યા બાદ ટ્રાન્સફર અ્ને પોસ્ટિંગો અપાવવામાં દલાલી કરતો હતો.અને તેના કારણે જ તેના ઘરમાંથી આટલી મોટી રકમ મળી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D34YXk
via Latest Gujarati News
0 Comments