તમામ ખેડૂતોને 6000, નાના દુકાનદારોને પેન્શનઃ ભાજપનો મેનિફેસ્ટો જાહેર

નવી દિલ્હી, તા. 8. એપ્રિલ 2019 સોમવાર

ભારતીય જનતાપાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે.જેને "સંકલ્પિત ભારત, સશક્ત ભારત" નામ આપવામાં આવ્યુ છે.

પાંચ વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ભાજપે આગામી પાંચ વર્ષ માટેનુ ભારત માટેનુ વિઝન સામે મુક્યુ છે.સંકલ્પ સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

રાજનાથસિંહે કહ્યુ હતુ કે, સુર7ા નીતિ પર ભાજપનુ સ્ટેન્ડ બહુ સ્પષ્ટ છે.આતંકવાદ પર પાર્ટીએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.તાજેતરમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક તેનુ ઉદાહરણ છે.

રામ મંદિર અંગે તેમણે કહયુ હતુ કે, આ મુદ્દો હાલમાં કોર્ટમાં છે પણ અમારુ માનવુ છે કે બહુ જલ્દી સૌહાદપૂર્ણ વાતાવરણમાં રામ મંદિરનુ નિર્માણ થશે.

60 વર્ષથી ધારે વયના નાના અને સિમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષાના ભાગરુપે પેન્શન આપવામાં આવશે.ઉપરાંત કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હાલમાં માત્ર 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ પ્રતિ વર્ષ 6000 રુપિયા આર્થિક મદદ કરાય છે.ફરી ભાજપની સરકાર આવી તો નાના મોટા તમામ ખેડૂતોને આ મદદ અપાશે.નાના દુકાનદારોને વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજનામાં સમાવીને તેમને પણ પેન્શન અપાશે.

તેમણે કહ્યુ હતુ કે 2022 સુધીમાં ગંગા નદી સંપૂર્ણપણે ચોખ્ખી થઈ ગઈ હશે.ઘૂસણખોરી રોકવા માટે નોર્થ ઈસ્ટના રાજ્યોની સરહદોની સુરક્ષા વધારાશે અને તમામ સરહદો પર સ્માર્ટ ફેન્સિંગ ઉભી કરાશે.

રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવા માટેની જાહેરાત કરતા કહ્યુ હતુ કે તેના ભાગરુપેની ધારા 35 એ જે અન્ય રાજ્યોના લોકો અને મહિલાઓના વિરોધમા છે તે ખતમ કરાશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YTMf9K
via Latest Gujarati News

Post a Comment

0 Comments