જાવેદે લખેલા ગીત પર ચૂંટણી પંચે કાતર ચલાવી


નવી દિલ્હી તા.8 એપ્રિલ 2019 સોમવાર

બોલિવૂડના પીઢ ગીતકાર જાવેદ અખ્તરે સંસદીય ચૂંટણી નિમિત્તે કોંગ્રેસ પરક્ષ માટે લખેલા પ્રચાર ગીતમાં કેટલાક વાંધાજનક ઉલ્લેખો હોવાથી ગીત પર કાતર ચલાવીને કેટલોક હિસ્સો રદ કરાવ્યો હતો.

આ પહેલાંની ચૂંટણીમાં પણ 2014માં જાવેદે ત્યારના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી માટે ભાષણો લખી આપ્યાં હતાં. જો કે ત્યારે ભાજપના નેતા અને ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રહેલા નરેન્દ્ર મોદીએ જાવેદના જ કેટલાક શબ્દો પોતાની તરફેણમાં રજૂ કરીને મતદારોને પ્રભાવિત કર્યા હતા.

આ વખતે પણ જાવેદે કોંગ્રેસના પ્રચારમાં ગીત લખ્યું હતું. એમાં કેટલાક ઉલ્લેખો અયોગ્ય જણાતાં ચૂંટણી પંચે એ કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FVv4vU
via Latest Gujarati News

Post a Comment

0 Comments