ભારતના આ 15 શહેર દુનિયામાં સૌથી ગરમ રહે છે

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર

શુક્રવારે કેટલાક ભારતીય શહેરોમાં પારો ઉંચો રહ્યો અને લોકોને ગરમ હવાનો સામનો કરવો પડ્યો. અલ ડોરાડો મોસમ વેબસાઈટના રિપોર્ટ અનુસાર દુનિયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં તમામ મધ્ય ભારત અને તેની આસપાસના વિસ્તારો છે. 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે મધ્ય પ્રદેશનું ખરગોન પ્રથમ સ્થાને છે.

ક્ષેત્રીય હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે આ વચ્ચે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના કેટલાક ભાગોમાં પણ ઉચ્ચ તાપમાન નોંધાયુ છે. શુક્રવારે અકોલામાં વધારે તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ. સૌથી ગરમ 15 શહેરોમાથી 9 મહારાષ્ટ્ર, 3 મધ્ય પ્રદેશ, 2 ઉત્તર પ્રદેશ અને એક તેલંગાણાના હતા.

આવનાર પાંચ દિવસો સુધી હીટવેવ ચાલુ રહેવાની આશંકા છે. અકોલાનું વધારે તાપમાન બ્રહ્મપુરીમાં 45.8 ડિગ્રી સેલ્સિયસ, વર્ધામાં 45.7 ડિગ્રી સેલ્સિયસ, ચંદ્રપુરમાં 45.6 ડિગ્રી સેલ્સિયસ, અમરાવતીમાં 45.4 ડિગ્રી સેલ્સિયસ, નાગપુરમાં 45.2 ડિગ્રી, યવતમાલમાં 44.5, વાશિમમાં 44.2, ગોંદિયામાં 43.8, ગઢચિરોલીમાં 43.2 અને બુલઢાળા 43.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LlNTyr
via Latest Gujarati News

Post a Comment

0 Comments