નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર
આઠ નવેમ્બર 2016એ નોટબંધી થયા બાદ કરન્સી બદલવાનો જે સિલસિલો શરૂ થયો તે હવે અંતિમ પડાવ પર આવી ગયો છે. 2000, 500, 200, 100, 50, 10 રૂપિયાના નોટ બાદ મોદી સરકારે ચલણમાં રહેલી 20 રૂપિયાની નોટને પણ આખરે બદલવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર નવા નોટના ફીચર્સ શુક્રવારે જાહેર કર્યા છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ થોડા જ સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સિરીજ અનુસાર જારી થનાર આ નોટ પર ઉર્જિત પટેલની જગ્યાએ આવેલા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.
20 રૂપિયાના પહેલેથી ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર
રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યુ કે 20 રૂપિયાના પહેલા ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર બન્યા રહેશે. નવા નોટનો આકાર 63mmx129mm હશે. બાકીના તમામ ફીચર પહેલા જેવા જ રહેશે. જે પહેલાની નોટોમાં છે.
એલોરાની ગુફાઓનું ચિત્ર
રિઝર્વ બેન્ક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 20 રૂપિયાની નવી નોટ થોડી લીલા-પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનારી એલોરાની ગુફાઓનું ચિત્ર છે.
ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ 500, 2000, 200, 100, 50, 10 રૂપિયાના નોટ પણ જારી કરાઈ ચૂક્યા છે. 20 રૂપિયાની નોટ બદલવાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.
ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાના નોટોની સંખ્યા 4.92 અરબ હતી, જે માર્ચ 2018 સુધી 10 અરબ થઈ ગઈ. આ ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DvF92f
via Latest Gujarati News
0 Comments