આ છે હવાથી પણ હળવું પ્લેન, વૈજ્ઞાનિકોનો આવિષ્કાર છે 'ફીનિક્સ'


નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર

હવા ભરેલા ફુગ્ગા જેવું દેખાતું આ પ્લેન વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે. આ પ્લેનની ખાસ વાત એ છે કે તે હવા કરતા પણ વધારે હળવું છે. આ પ્લેનનું ટેસ્ટિંગ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ માટે આ પ્લેન 120 મીટર સુધી ચલાવવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ આ પ્લેનમાં હીલિયમ ગેસનો ઉપયોગ કર્યો છે. જેના કારણે આ પ્લેનનો અંદરનો ભાગ ફુગ્ગા જેવો જ જણાય છે. આ પ્લેન હવા કરતાં પણ વધારે હળવું હોવાથી ઉપરની તરફ ગતિ કરે છે. 

આ પ્લેન બયોન્સી પ્રોપલ્શન ટેકનીક પર કામ કરે છે. આ ટેકનીકનો ઉપયોગ પાણીના જહાજમાં કરવામાં આવે છે. આ પ્લેનનું નામ ફીનિક્સ રાખવામાં આવ્યું છે અને તેને સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે. જો કે આ પ્લેનને હવામાં વધારે પડતું ઉપર કે નીચે કરી શકાતું નથી. તેમાં એન્જીન પણ નથી પરંતુ તે લાંબા સમય સુધી ચાલવા માટે સક્ષમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સેટેલાઈટને મોકલવા માટેનો આ સસ્તો વિકલ્પ છે. 

પ્લેનમાં એક બેગ આપવામાં આવી છે જેનો ઉપયોગ તેને જમીન પર ઉતારવામાં કરવાનો હોય છે. પ્લેન હવામાં હોય ત્યારે તેને ખોલવાથી તેમાં હવા ભરાવા લાગે છે અને તેનું વજન વધી જતા પ્લેન નીચે ઉતરવા લાગે છે. આ પ્લેનની લંબાઈ 15 મીટર છે અને પહોળાઈ 10.5 મીટર અને તેનું વજન 120 કિલો છે. આ પ્લેન હવાથી હળવું અને હવાથી ભારી એમ બંને રીતે કામ કરે છે. તેમાં બેટરી તરીકે એકદમ હળવા અને સરળતાથી વાળી શકાય તેવા સોલર સેલ્સ લગાવાયા છે. પાંખની પાછળના ભાગમાં લગાવેલા આ સોલર સેલ્સથી પ્લેનમાં રહેલા પંપ અને વોલ્વને અનર્જી મળે છે. આ પ્લેનને તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. હવે વૈજ્ઞાનિકો પ્લેન બનાવતી કંપની સાથે મળી તેને વિકસિત કરવા માંગે છે. 



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L8qikn
via Latest Gujarati News

Post a Comment

0 Comments