કોલંબો, તા. 27 એપ્રિલ 2019 શનિવાર
શ્રીલંકામાં સીરિયલ બોમ્બ ધમાકાથી તબાહી મચાવનારની ધરપકડ કરવામાં આવી રહી છે. સ્થાનિક તપાસ એજન્સી શંકાસ્પદોને પકડવા માટે મેરેથોન સર્ચ ઑપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધી 75થી વધારે લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
આ સમયમાં સેનાએ શુક્રવારે સાંજે ર્ઈસ્ટર્ન પ્રાંતમાં એક ઠેકાણા પર રેડ કરી. આ દરમિયાન શંકાસ્પદે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. સાથે જ સેનાની ફાયરીંગમાં 15 શંકાસ્પદોના મોત થયા હોવાના સમાચાર છે.
ર્ઈસ્ટર્ન પ્રાંતના આ વિસ્તારમા સેનાનો સામનો ભારે હથિયારબંધ લોકો સાથે થયો. પોલીસ પ્રવક્તાએ કહ્યુ કે કોલંબોથી 325 કિલોમીટર દૂર તટીય શહેર સમ્મનતુરઈમાં ગોળીબારી દરમિયાન ઓછામાં ઓછા એક આત્મઘાતી હુમલાવરે પોતાનો વિસ્ફોટ કરીને ઉડાવી દીધો.
સાથે જ સેનાની ફાયરીંગમાં 15 હથિયારમંદ શંકાસ્પદોની મોત થઈ ગયા છે. પોલીસે કહ્યુ કે તેમણે વિસ્ફોટકોના મોટો જથ્થો, એક ડ્રોન અને ઈસ્લામિક સ્ટેટના લોકોનું એક બેનર જપ્ત કર્યુ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6Tb1j
via Latest Gujarati News
0 Comments