નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર
પોતાના નિવેદનોથી ભાજપ માટે મુશ્કેલી ઉભી કરતા રહેતા શત્રુઘ્ન સિન્હાએ એવુ નિવેદન આપ્યુ છે. જે ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી કરી શકે છે.
મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક સભાને સંબોધિત કરતા શત્રુઘ્ન સિન્હાએ ભારતના ભાગલાની માગ કરીને મોહમ્મદ અલી ઝીણાને કોંગ્રેસ પરિવારના સભ્ય કહ્યુ. જોકે તેમણે ઝીણા સિવાય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહર લાલ નેહરૂનું પણ નામ લીધુ અને કહ્યુ કે આ એવા લોકોની પાર્ટી છે. જેનું દેશની આઝાદી અને વિકાસમાં યોગદાન રહ્યુ છે.
શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ, કોંગ્રેસ મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ, મોહમ્મદ અલી ઝીણાથી લઈને જવાહર લાલ નેહરૂ સુધી એક પરિવાર છે. આ તેમની પાર્ટી છે જેના દેશની આઝાદી અને વિકાસમાં યોગદાન રહ્યુ છે. તેથી હુ આવ્યો છુ. શત્રુઘ્ન સિન્હા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા છે અને તેમને પટના સાહિબથી જ લોકસભાની ટિકિટ આપી છે.
સિન્હા અત્યાર સુધી આ બેઠક પરથી ભાજપના સાંસદ રહ્યા છે પરંતુ વર્ષ 2015થી તેમની પાર્ટીની અંદર ઉતાર-ચઢાવ શરૂ થઈ ગયો હતો અને તેઓ હંમેશા પોતાની જ સરકારની નીતિઓ પર નિશાન સાધતા રહ્યા પરંતુ બાદમાં તેમણે વધુ આકરા નિવેદનો આપી દીધા અને સીધા વડાપ્રધાન મોદી પર પ્રશ્ન દાગવા લાગ્યા.
જોકે આ દરમિયાન પાર્ટીના નેતા તેમની પર નિવેદન આપતા બચતા રહ્યા પરંતુ શત્રુઘ્ન સિંહાએ નોટબંધી, જીએસટી અને સર્જીકલ સ્ટ્રાઈક પર પાર્ટીના વલણ વિરુદ્ધ નિવેદનબાજી ચાલુ રાખી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtUYR5
via Latest Gujarati News
0 Comments