જેલમાં મળેલા ત્રાસથી રાષ્ટ્રવાદી પ્રજ્ઞા ઠાકુરને કેન્સર થયુ: બાબા રામદેવ

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર

ભાજપ અધ્યક્ષ અમિત શાહ બાદ યોગ ગુરુ રામદેવ પણ ભોપાલથી લોકસભાની ચૂંટણી લડી રહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરના સમર્થનમાં આવી ગયા છે.

યોગ ગુરુ બાબા રામદેવ શુક્રવારે વિવાદાસ્પદ ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના સમર્થનમાં સામે આવ્યા અને તેમને એક રાષ્ટ્રવાદી કરાર આપતા કહ્યુ કે શંકાના આધારે તેમને નવ વર્ષ સુધી ધરપકડ કરીને જેલની અંદર હેરાન કરવામાં આવ્યા. જેમ કે તે કોઈ આતંકવાદી હોય. યોગ ગુરુ પટના સાહિબ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય રવિશંકર પ્રસાદ દ્વારા ફોર્મ ભરવા અહીં પહોંચ્યા હતા.

બાબા રામદેવે પટનામાં સંવાદદાતાઓને જણાવ્યુ, આ ગુનાની પરાકાષ્ઠા હતી. તમે માત્ર શંકાના આધારે એક શખ્સની ધરપકડ કરી લીધી અને નવ વર્ષ સુધી તેને શારીરિક અને માનસિક હેરાનગતિ આપી. તેમને આ તણાવથી પસાર થવુ પડ્યુ તેનાથી તે શારીરિકરીતે કમજોર અને કેન્સરથી અસરકારક થઈ ગઈ. તેઓ આતંકવાદી નહીં પરંતુ રાષ્ટ્રવાદી મહિલા છે.

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞા ઠાકુર દ્વારા 26/11 આતંકી હુમલામાં શહીદ થયેલા મુંબઈ એટીએસના પૂર્વ પ્રમુખ હેમંત કરકરે વિશે આપવામા આવેલુ નિવેદન કે તેમનુ મોત તેમના શાપના કારણે થયુ તે વિશે જાણવા પર રામદેવે અહીં સંવાદદાતા સંમેલનમાં કહ્યુ કે આપણે મહિલા પ્રત્યે કંઈક સંવેદના દેખાડવી જોઈએ અને તે વ્યથા અને કડવાહટને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કારણથી તેમણે એવુ નિવેદન આપ્યુ હશે. કરકરેને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હિંદુ આતંકવાદી હોવાની શંકા હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W9UQDx
via Latest Gujarati News

Post a Comment

0 Comments