મુંબઇ તા.27 એપ્રિલ 2019, શનિવાર
મોખરાની અભિનેત્રી કરીના કપૂર ખાને ઇરફાન ખાન સાથેની ઇંગ્લીશ મિડિયમ ફિલ્મનું પોતાના હિસ્સાનંુ શૂટિંગ મોકૂફ રાખ્યું હતું.
આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ ફિલ્મ ગૂડ ન્યૂઝ અને એક મેગેઝિનના કવર માટેના ફોટો શૂટના પગલે એ પોતાના પુત્ર તૈમૂરને પૂરતો સમય આપી શકી નહોતી. એણે ફિલ્મ સર્જક સાથે વાત કરી અને પોતાના હિસ્સાનું શૂટિંગ મોકૂફ રખાવ્યું હતું. એણે કહ્યું કે મારી પ્રાયોરિટી મારો પુત્ર છે.
તૈમુર સ્કૂલમાં દાખલ થવા અગાઉ જે પ્લે ગુ્રપમાં જાય છે એનું વેકેશન મે માસથી શરૂ થાય છે અને કરીના પુત્ર સાથે પૂરતો સમય વીતાવવા માગે છે એટલે એણે મે માસને બદલે ઇંગ્લીશ મિડિયમનું શૂટિંગ જૂનમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઇંગ્લીશ મિડિયમ ફિલ્મ હિટ ફિલ્મ હિન્દી મિડિયમની સિક્વલ છે. મૂળ ફિલ્મમાં ઇરફાન ખાન અને રાધિકા માદન ચમક્યાં હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GwG0QI
via Latest Gujarati News
0 Comments