અમે પાક.ના એફ-16 વિમાનોની ગણતરી કરી નથી: પેન્ટાગોન


નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે બદલો લેવા માટે બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. જેને પગલે બીજા જ દિવસે પાકિસ્તાની એરફોર્સ પણ ભારતમાં વિમાન લઇને પ્રવેશ્યું હતું, જે દરમિયાન અમેરિકી બનાવટના એફ-૧૬ વિમાનનો ઉપયોગ કર્યો હતો. જોકે ત્રણ પૈકી એક વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું પણ હવે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાનને જે પણ વિમાન આપ્યા હતા તેમાંથી કોઇને નિકસાન નથી થયું,

બીજી તરફ આ રિપોર્ટને પેંટાગોેને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે અમે આવા કોઇ પણ પ્રકારના રિપોર્ટથી માહિતગાર નથી. સાથે એમ પણ જણાવ્યું હતું કે આ એક વિદેશ નીતીનો મામલો હોવાથી અમે આ અંગે કોઇ સ્પષ્ટતા નહીં કરી શકીએ કે ખરેખર વિમાન તુટયું જ છે કે કેમ.  

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનને આપેલા એફ ૧૬ વિમાનો પૈકી કોઇ વિમાન ગુમ નથી અથવા તો તોડી પાડવામાં આવ્યુ નથી તેવા અહેવાલોથી અમે માહિતગાર નથી. ફોરેન પોલિસી મેગેઝિને દાવો કર્યો હતો કે અમેરિકાએ વ્યક્તિગત રીતે પોતાના અધિકારીઓ દ્વારા પાકિસ્તાનને આપેલા એફ-૧૬ વિમાનોની ગણતરી કરી હતી.

જોકે આ બધા જ વિમાનો સંપૂર્ણપણે હતા તે જ સ્થિતિમાં છે, કોઇ વિમાન ગુમ નથી. જ્યારે આ પહેલા એવા અહેવાલો હતા કે ભારતે પાકિસ્તાનના ત્રણ પૈકી એક વિમાનને તોડી પાડયું હતું, અને તેના પુરાવા પણ રજુ કર્યા હતા. જોકે હવે ફોરેન પોલિસીનો રિપોર્ટ બહાર આવતા સમગ્ર મામલે ફરી વિવાદ સર્જાયો છે. બીજી તરફ અમેરિકાએ આવા કોઇ પણ રિપોર્ટથી માહિતગાર ન હોવાનું જણાવ્યું છે. 

અમેરિકાના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ભારત જુઠ નથી બોલી રહ્યું પણ પાકિસ્તાન જુઠાણા ફેલાવી રહ્યું છે. વિવાદ વચ્ચે એર વાઇસ માર્શલ આરવીજે કપૂરે જણાવ્યું હતું કે સામસામે હવામાં જ્યારે લડાઇ ચાલી રહી હતી ત્યારે ભારતના મિગ ૨૧ વિમાને પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડયું હતું અને આ અંગેના પુરાવા ઇલેક્ટ્રોનિક સિગ્નેચર છે. આ સિગ્નેચર પરથી સ્પષ્ટ થયું હતું કે આપણે પાકિસ્તાનની ઘુસણખોરી નાકામ કરી હતી.

વિંગ કમાન્ડર અભિનંદને જ પાકિસ્તાનના આ એફ-૧૬ વિમાનને તોડી પાડયું હતું, જે બાદ પાકિસ્તાને તેમની ધરકપકડ કરી લીધી હતી, જોકે આંતરરાષ્ટ્રીય દબાણ થતા તેને છોડી મુકવામાં આવ્યા હતા. ભારતે અમેરિકાને પણ જાણકારી આપી હતી કે પાકિસ્તાને એફ ૧૬ વિમાનનો ઉપયોગ આતંકીઓના બદલે ભારત સામે કરી કરારોનો ભંગ કર્યો છે. જે મુદ્દે અમેરિકાએ પણ પાકિસ્તાનનો ઉધડો લીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OQQ4YC
via Latest Gujarati News

Post a Comment

0 Comments