અમેરિકામાં ઘૂસવા જતાં પકડાયેલા ભારતીયોની સંખ્યા 56 ટકા ઘટી: અહેવાલ


મધ્ય અમેરિકાના લોકોની ઘૂસણખોરીના કેસમાં ૮૬ ટકાનો ઘટાડો 

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

કેલિફોર્નિયામાં મેક્સિકોની સરહદે બંધાયેલી  દિવાલના કારણે અમેરિકામાં ઘુસવાના પ્રયાસ બદલ પકડાયેલા ભારતીયોની સંખ્યામાં ૫૬ ટકાનો ઘટાડો થયો હોવાનું ટ્રમ્પ વહીવટી તંત્રના એક ટોચના અધિકારીએ પ્રમુખને કહ્યું હતું.અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરોને રોકવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર મેક્સિકોની દક્ષિણ તરફ એક કુવો પણ બનાવી રહ્યું છે. ડેલ રિઓ સેકટરના ચીફ પેટ્રોલ એજન્ટ ફેલિક્ષ ચાવેઝે કેલિફોર્નિયામાં ટ્રમ્પને રાઉન્ડ ટેબલ બેઠકમાં કહ્યું હતું કે ફેબુ્રઆરીથી ઓકટોબર એમ આઠ મહિનામાં આ દિવાલ બનાવવામાં આવી હતી.

દિવાલને જોવા માટે ટ્રમ્પ પોતે ડેલ રિઓ સેકટરમાં ઇન્સપેકશન માટે ગયા હતા.ચાવેઝે કહ્યું હતું કે ગેરકાયદે ઘુસણખોરીમાં ૭૫ ટકાનો ઘટાડો થયો હતો.'દિવાલની બાંધકામ પુરૃં થતા જ અમે તેની અસર અને પરિણામ જોવાની શરૃઆત કરી હતી. આમ ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં અમને ખૂબ વધારે અસર જોવા મળી હતી.  એ વિસ્તારમાંથી પકડાતા મધ્ય અમેરિકાના લોકોની ઘુસણખોરીમાં ૮૬ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લે બે ત્રણ વર્ષમાં આ વિસ્તારમાંથી પકડાયેલા ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો હતો'એમ તેમણે ક્હયું હતું.

તેમણે કહ્યું હતુ ંકે સરહદે  પેટ્રોલિંગ કરનાર ટુકડી માટે દિવાલ ખૂબ કામ આવે છે. '૩૦ ફુટની સરહદે આવેલા બે માઇલના અંતરમાં ઘુસણખોરીમાં ૬૫ ટકાનો ઘટાડો થયો હતો. બળ પ્રયોગ અને બળ વાપરવાની ઘટનાઓ અમારા માટે અને  પેટ્રોલિંગ કરતી ટુકડીઓ માટે ખૂબ જ જરૃરી હોય છે અને અમારા માટે તે ખૂબ જ મહત્વનું છે'એમ ચાવેઝે કહ્યું હતું.ટ્રમ્પે કહ્યું હતું કે આગામી બે વર્ષમાં ૪૦૦ માઇલ લાંબી સરહદે અમે દિવાલ બનાવી દઇશું. દક્ષિણ સરહદે ખૂબ અરજન્સી હોય છે કારણ કે ત્યાં આશરે ૭૦,૦૦૦ ઘુસણખોરો અમેરિકામાં ઘુસવાની ફિરાકમાં જ હોય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ul0zJY
via Latest Gujarati News

Post a Comment

0 Comments