લંડન, તા.૧૭
આઇસીસીએ વર્લ્ડકપની ટીમની જાહેરાત કરવા માટે ભલે ૨૩મી એપ્રિલની ડેડલાઈન નક્કી કરી હોય, પણ યજમાન ઈંગ્લેન્ડ તો તેની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત વર્લ્ડ કપ પહેલા જ કરશે. ઈંગ્લેન્ડે આજે વર્લ્ડકપ માટે ૧૭ સંભવિત ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. આ ખેલાડીઓ મે મહિનામાં પાકિસ્તાન સામે એક ટી-૨૦ અને પાંચ વન ડેની શ્રેણી રમશે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ વર્લ્ડકપ માટે ૧૫ ખેલાડીઓની પસંદગી કરશે.
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ ૧૯મી મે ના રોજ પુરી થશે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડ વર્લ્ડકપ માટેના ૧૫ ખેલાડીના નામ જાહેર કરશે. ઈંગ્લેન્ડના ૧૭ ખેલાડીઓમાં પાંચ ફાસ્ટરો અને ત્રણ સ્પિનરોનો સમાવેશ થાય છે.જેમાં ક્રિસ વોક્સ, માર્ક વૂડ, લિએમ પ્લન્કેટ્ટ, ડેવિડ વિલી અને ટોમ કરનનો સમાવેશ થાય છે. સ્પિનર તરીકે મોઈન અલી, આદિશ રશીદ અને જોઈ ડેન્લીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઈસીબીએ પાકિસ્તાન સામેની ટી-૨૦ અને આયરલેન્ડ સામેની એકમાત્ર વન ડે માટેની ટીમની જાહેરાત પણ કરી છે.
ઈંગ્લેન્ડના વર્લ્ડકપના સંભવિતો
બેરસ્ટો, રોય, રૃટ, મોર્ગન (કેપ્ટન), સ્ટોક્સ, બટલર, મોઈન અલી, વોક્સ, પ્લન્કેટ્ટ, રાશિદ, વૂડ, હેલ્સ, ટોમ કરન, જોઈ ડેન્લી અને વિલી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VPE8Ju
via Latest Gujarati News
0 Comments