ધોની ટીમમાં છે, ત્યાં સુધી હું ખુણામાં પડી રહેતી 'ફર્સ્ટ એઈડ કિટ' જેવો છું

કોલકાતા, તા.૧૭

ભારતની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક એ વાસ્તવિકતા જાણે છે કે, ધોનીની હાજરીમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેની શક્યતા નહીવત્ છે. દિનેશ કાર્તિકે પોતાની સ્થિતિ અંગે હળવાશભરી કોમેન્ટ કરતાં કહ્યું કે, જ્યાં સુધી ધોની ટીમમાં છે, ત્યાં સુધી તો હું ખૂણામાં પડી રહેતી 'ફર્સ્ટ એઈડ કિટ' જેવો છું, જે ટીમની સાથે સફર ખેડે છે. જો ધોની ઈજાગ્રસ્ત બનશે તો જે તે દિવસ માટે હું કામ-ચલાઉ ધોરણે તેની જવાબદારી સંભાળીશ.

ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટેની રેસમાં દિનેશ કાર્તિકને પંતને પાછળ રાખી દીધો હતો. કાર્તિકે એક મુલાકાતમાં જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટ મને જે કોઈ જવાબદારી સોંપે તે સ્વીકારવા માટે હું તૈયાર છું. હું જાણું છું કે, મારે ચોથા ક્રમના બેટ્સમેનની કે પછી ફિનિશરની ભૂમિકા ભજવવાની છે અને તે માટે હું તૈયાર છું. આઇપીએલ પુરી થાય તે પછી હું માનસિક રીતે માત્ર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયામાં જવાબદારી સંભાળવાની તૈયારી કરીશ. 

પંત સાથે સિલેક્શન અંગે વાત કરી નથી

દિનેશ કાર્તિકે કહ્યું કે, ભલે લોકો અમારી વચ્ચેની કટ્ટર હરિફાઈ અંગે ચર્ચા કરતા હોય પણ આઇપીએલમાં મારી અને પંતની મુલાકાત થાય તો અમે ક્યારેય તે અંગે વાતચીત કરતાં નથી. અમે જાણીએ છીએ કે અમારામાંથી એકને તો પડતા મૂકવાનું જ છે. ક્રિકેટની પ્રકૃતિ જ આવી છે. અમને બંનેને તકોનો અહેસાસ છે. જો તે પસંદ થાત તો મને ચોક્કસ નિરાશા થાય. હું સિલેક્ટ થયો છું એટલે તે પણ નિરાશ હશે જ.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dhpe7y
via Latest Gujarati News

Post a Comment

0 Comments