ઓહ નો.. ટીકટોક પર બેન?? યુવાનો હજુ પબજી પરના બેન પરના દુઃખમાંથી બહાર નહતી આવી શક્યા અને આશું પાછું ટીકટોક પર બેન!! ના ચાલે બોસ.. ગૂગલ પ્લે સ્ટોરમાંથી ચાઇનીઝ એપ ટિકટોક ખસેડી દેવામાં આવી છે. એટલે કે હવે ગૂગલ પ્લે સ્ટોર એપ પરથી ટિકટોક વીડિયો એપ ડાઉનલોડ કરી શકાશે નહી. ટિકટોકને બ્લોક કરવાથી ટિકટોક યુઝર્સ નિરાશ છે. ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના સુચનનું પાલન કરતા આ પગલું ઉઠાવ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે ટિકટોક એપ પોનોગ્રાફીનું પ્રમાણ અને બાળકોને હિંસક બનાવી રહી છે. ટિકટોકમાં પિરસાતી અશ્લીલ સામગ્રીઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે ત્યારે ૨૪ કલાક ટિકટોકમાં રચ્યા પચ્યા રહેતા તેના યુઝર્સે આ સ્ટેપ પર તેમના ફની રિએક્શન્સ આપ્યા છે.
૩૧૫ વિડીયા છે, હજુ તો ફેમસ થવાનું બાકી હતું
મને સેશિયલ મિડીયા ઇન્ફ્લુએન્ઝર બનવાની ઇચ્છા છે. જેના માટે ટિકટોક એક ખુબ જ સારુ માધ્યમ હતું.ટીકટોક દ્વારા અમે પોતાનું ટેલેન્ટ બતાવી શકતા હતા અને તેના પર બેન લાવ્યા. ટિકટોક પર વિડીયો બનાવી કેટકેટલાય રાતોરાત સેલિબ્રીટી થઇ ને લાખો ફોલોવર્સ ધરાવતા થઇ ગયા. આ કોઇ પણ વ્યક્તિને ફેમલ થવાનો સરળ રસ્તો હતો મેં ટિકટોકમાં ૩૧૫ વિડીયો બનાવ્યા છે અને 'હજુ તો મારે ફેમસ થવાનું બાકી હતું'. - નિધિ જાની, ચાંદલોડિયા
એમા મુંઝાવાનું શું, ઝેન્ડરથી એપ ટ્રાન્સફર કરી લેવાની
મારી તો સવાર જ ટિકટોક પરથી પડતી હતી. રોજ એક કલાક ટિકટોકના વિડીયોજ ન જોવુ ત્યા સુધી દિવસ કેવી રીતે ચાલુ થાય?. હું અલગ અલગ ફિલ્મના ડાયલોગ્સ અને સોંગ્સમાં ક્રિએટીવીટી ઉમેરીને ઘણા એવા ટીકટોક બનાવ્યા છે. પરફેક્ટ લીપસીંગની કેટલાય દિવસો સુધી પ્રેક્ટિસ કરીને માંડ પરફેક્શન આવ્યું તુ એમાં ટિકટોક બેન.. મારા માં એપ નથી પણ એમા મુંઝાવાનું શું, ઝેન્ડરથી એપ ટ્રાન્સફર કરી લેવાની - ધારા પરમાર, કે.કે નગર
ટ્રાયપોડ અને વિડિયો લેન્સનો ખર્ચ માથે પડશે
હે મા માતાજી.. ટિકટોક તો અમારા જેવા યંગસ્ટર્સની જિંદગીનો બેસ્ટ પાર્ટ હતો. મારા ફોનમાં ટિકટોક એપ હતી પરંતુ બે દિવસ પહેલા જ ફોન ફોર્મેટ કર્યો અને ડાઉનલોડ કરવાની જ હતી કે ગૂગલ પ્લે સ્ટોરે ટિકટોક બ્લોક કર્યું હવે જો મારા ફોનમાં આ એપ નહી આવે તો ટિકટોક માટે કરેલ ટ્રાયપોડ અને વિડિયો લેન્સનો ખર્ચ માથે પડશે - દેવાંશી ગામેટી, રન્નાપાર્ક
દેશની સમસ્યાઓ ૫ર બેન કરો, ટિકટોક બેન કરી કલર ના કરો
આ દેશમાં ઘણા બધા સિરિયસ મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૃર છે અને તે સમસ્યાઓને બેન કરવાની જરૃર છે ત્યારે આ ટિકટોક બેન કરી કલર કરવાની કોઇ જરૃર નથી. બેન કરો પણ ડર્ટી પોલિટિક્સ આમ ચુંટણીમાં લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી હટાવવાની શું જરૃર. - અંજલિ શર્મા, નિકોલ
સિંગલ લોકો માટે ટિકટોક સાથીદાર હતું
જ્યારે પણ અમારુ ગર્લ્સનું ગુ્રપ ફ્રી થઇએ અને ક્યાંય પણ સારી જગ્યાની વિઝીટ લઇએ એટલે અમે ત્યા એર ટિકટોક વિડીયો તો બનાવી જ લેતા. ટિકટોક વિડીયો બનાવવા માટે ૧૫ થી ૨૦ ટેક લેવા પડે છે ત્યારે જઇને એક પરફેક્ટ વિડીયો બને છે. ટિકટોક તો સિંગલ લોકો માટે સાથીદાર હતું. જો આ ખરેખર બેન થશે તો એક વાત સારી થશે કે 'લેને પ્લીઝ મને ટિકટોક બનાવી આપ ને' તેવી કોઇની પાસે આજીજી નહી કરવી પડે. - રૈનિ મોઢિયા, ચાંદલોડિયા
= જીંદગી બરબાદ હો ગયા..
= મેરા કરિઅર જલ રહા હૈ..
= ઠાકુર.. ટિકટોક તો ગીયો
= દુકાન જમા રહા થા, આપ લોગ આકે બેરોજગાર કર દિએ..
= અબ અપુન કો નયા ધંધા માંગતા થા.
= હમસે જ્યાદા બરબાદ કોઇ નહી હૈ ઇસ દુનિયા મેં..
= મર જાણીયા.. તેરે બીન મરજાણીયા રે...
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PdqInW
via Latest Gujarati News
0 Comments