ઈન્સોલવન્સી મામલે સુપ્રિમ કોર્ટના ચૂકાદાએ સેન્ટીમેન્ટ ડહોળાયું : શેરોમાં ઉછાળે ફોરેન ફંડોનો તેજીને વિરામ : સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટીને 38877

 (ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 03 એપ્રિલ, 2019, બુધવાર

લોકસભા ચૂંટણીના પ્રચાર યુદ્વમાં કોંગ્રેસ દ્વારા તેનો ચૂંટણી ઢંઢેરો ગઈકાલે રજૂ કરીને ગરીબ વર્ગને લુભાવવાની ભરપૂર કોશીષ કર્યા સાથે વિવાદાસ્પદ વાયદા પણ કરતાં અને સુપ્રિમ કોર્ટ દ્વારા આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઈન્સોલવન્સી કાયદા મામલે સર્કયુલરને સુપ્રિમ કોર્ટે ફગાવી દેતાં યુપીએ સરકાર સત્તારૂઢ થવાના સંજોગોમાં  બેંકિંગ ક્ષેત્રની હાલત વધુ કફોડી થવાના અંદાજો વચ્ચે આજે ફંડોએ  સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા સામે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ૩૩ પૈસા મજબૂત બન્યો હતો. ભારતીય શેર બજારોમાં આજે ફરી શેરોમાં ઉછાળે ફોરેન ફંડો-એફઆઈઆઈ અને એફપીઆઈની મોટી વેચવાલી થવા સાથે સ્થાનિક ફંડો પણ વેચવાલ બન્યા હતા. કેન્દ્રમાં હવે કોની સરકાર એ મામલે બે મોટા પક્ષો વચ્ચે ચાલી રહેલી હૂંસાતૂંસીમાં વર્તમાન સત્તા પક્ષ માટે આ વખતે પડકારરૂપ પરિસ્થિતિ હોવાના સંકેત વચ્ચે પણ ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૩૩ પૈસા મજબૂત બનીને રૂ.૬૮.૪૨ રહ્યો હતો. કેપિટલ ગુડઝ-પાવર,બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ થતાં સેન્સેક્સ ૧૭૯.૫૩ પોઈન્ટ ઘટીને ૩૮૮૭૭.૧૨ અને નિફટી સ્પોટ ૬૯.૨૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૪૩.૯૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી ગુમાવી : ઉપરમાં ૩૯૨૭૦ નવો ઈતિહાસ રચીને અંતે ૧૮૦ પોઈન્ટ ઘટીને ૩૮૮૭૭

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૫૬.૬૫ સામે ૩૯૧૬૭.૦૫ મથાળે ખુલીને આરંભમાં ફ્રન્ટલાઈન શેરો મારૂતી સુઝુકી, એચસીએલ ટેકનોલોજી, એચડીએફસી લિમિટેડ, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૨૧૩.૪૯ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૯૨૭૦.૧૪ નવો વિક્રમ બનાવીને પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં મોટું ઓફલોડિંગ થતાં અને અન્ય હેવીવેઈટ શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ સાથે ઓએનજીસી, કોલ ઈન્ડિયા, આઈટીસી, ઈન્ફોસીસ, એનટીપીસી, બજાજ ઓટો સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈ નીચામાં ૩૮૮૨૬.૫૬ સુધી આવી અંતે ૧૭૯.૫૩ પોઈન્ટ ઘટીને ૩૮૮૭૭.૧૨ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૭૬૧ની નવી ઊંચાઈએ પહોંચી પાછો ફરીને નીચામાં ૧૧૬૨૯ સુધી આવી અંતે ૬૯ પોઈન્ટ ઘટીને ૧૧૬૪૪

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૧૩.૨૦ સામે ૧૧૭૩૫.૩૦ મથાળે ખુલીને આરંભમાં મારૂતી સુઝુકી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટસ, ટીસીએસ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૭૬૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને બીપીસીએલ, આઈઓસી, ગેઈલ ઈન્ડિયા, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ થતાં અને બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક સહિતમાં વેચવાલીએ અને ઝી, લાર્સન એન્ડ ટુબ્રો, ગ્રાસીમ, ઈન્ફોસીસ, ડો.રેડ્ડીઝ લેબ., આઈશર મોટર્સ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વેદાન્તા સહિતમાં વેચવાલીએ ગબડીને નીચામાં ૧૧૬૨૯.૧૫ સુધી આવી અંતે ૬૯.૨૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૪૩.૯૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧,૮૦૦નો કોલ ૨૧.૬૫ થી ઘટીને ૨.૬૫ : નિફટી ૧૧,૭૦૦નો પુટ ૪૫.૯૫ થી વધીને ૫૨

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો કોલ ૪,૧૭,૨૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૬,૯૮૦.૯૧ કરોડના કામકાજે ૨૧.૬૫ સામે ૨૦.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૮.૯૫ થઈ ઘટીને ૨.૫૫ સુધી આવી અંતે ૨.૬૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો પુટ ૩,૮૫,૯૧૭ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૯૫૮.૨૫ કરોડના કામકાજે ૪૫.૯૫ સામે ૩૪.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૭ થઈ વધીને ૬૩.૨૦ સુધી જઈ અંતે ૫૨ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૬૪.૩૫ સામે ૭૯.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૩.૬૦ થઈ ઘટીને ૭.૨૦ સુધી આવી અંતે ૭.૨૦ રહ્યો હતો. નિફટી ૧૧,૭૫૦નો કોલ ૩૯.૭૦ સામે ૪૭.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૩.૪૦ થઈ ઘટીને ૬.૨૫ સુધી આવી અંતે ૬.૨૫ રહ્યો હતો.

એપ્રિલ નિફટી ફયુચર ૧૧,૭૭૯ થી ઘટીને ૧૧,૭૨૪ : બેંક નિફટી ફયુચર ૩૦,૫૬૪ થી ઘટીને ૩૦,૩૧૯

નિફટી એપ્રિલ ફયુચર ૧,૧૧,૧૫૦ કોન્ટ્રેકટસમાં રૂ.૯૮૨૫.૧૨ કરોડના કામકાજે ૧૧,૭૭૯.૫૦ સામે ૧૧,૭૮૮.૩૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૭૧૫ થઈ વધીને ૧૧,૮૩૪.૧૫ સુધી જઈ અંતે ૧૧,૭૨૪ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧૧,૮૪૧.૫૦ સામે ૧૧,૮૬૯.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૯૨.૨૫ થઈ ઘટીને ૧૧,૭૮૧ સુધી આવી અંતે ૧૧,૭૮૭.૭૫ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૨૬,૫૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૭૭૨૮.૭૬ કરોડના કામકાજે ૩૦,૫૬૪.૭૫ સામે ૩૦,૬૨૬.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૭૨૯ થઈ ઘટીને ૩૦,૨૬૦.૭૫ સુધી આવી અંતે ૩૦,૩૧૯.૫૦ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૩૦,૬૫૧.૨૫ સામે ૩૦,૭૩૭.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૮૧૯.૪૫ થઈ ઘટીને ૩૦,૩૭૦ સુધી આવી અંતે ૩૦,૪૩૬ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં મોટું ઓફલોડિંગ : સ્ટેટ બેંક, યશ બેંક, ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ, બીઓબી, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઈન્સોલવન્સી કોડ મામલે સર્કયુલરને સુપ્રિમ કોર્ટે ફગાવી દેતો ચૂકાદો આપતાં આજે નેગેટીવ અસરે બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૯૦ ઘટીને રૂ.૩૨૦.૬૫, યશ બેંક રૂ.૬.૬૫ ઘટીને રૂ.૨૭૩.૭૫, ફેડરલ બેંક રૂ.૨.૧૦ ઘટીને રૂ.૯૫.૫૫, સિટી યુનિયન બેંક રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૯૮.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૫.૦૫ ઘટીને રૂ.૩૯૨.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૩૧.૯૦, એક્સીસ બેંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૭૬૧.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૭૭૨.૮૦, એચડીએફસી બેંક રૂ.૧.૨૫ ઘટીને રૂ.૨૨૯૫.૨૫, સિન્ડિકેટ બેંક રૂ.૨.૧૦ ઘટીને રૂ.૪૩.૦૫, રિલાયન્સ કેપિટલ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૧૯૪.૪૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૨૦ ઘટીને રૂ.૯૪.૭૫, પીએનબી રૂ.૩.૯૫ ઘટીને રૂ.૯૪.૪૫, આઈઆઈએફએલ રૂ.૧૮.૨૦ ઘટીને રૂ.૪૪૮.૯૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪ ઘટીને રૂ.૧૦૧.૫૫, ઓરિએન્ટલ બેંક રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૧૧.૬૦, કેનેરા બેંક રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૨૮૫..૨૦, અલ્હાબાદ બેંક રૂ.૧.૯૦ ઘટીને રૂ.૫૩.૨૫, આઈડીબીઆઈ બેંક રૂ.૧.૫૦ ઘટીને રૂ.૪૪.૪૫ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબ., જેબી કેમિકલ્સ, આરપીજી લાઈફ, પિરામલ, હેસ્ટર બાયો, ગ્લેનમાર્ક ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે મોટું પ્રોફિટ બુકિંગ થયું હતું. જેબી કેમિકલ્સ રૂ.૭.૩૫ ઘટીને રૂ.૩૫૩.૫૫, આરપીજી લાઈફ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૫૧.૭૫, માર્કસન્સ રૂ.૨૫.૭૦, એલે મ્બિક લિમિટેડ રૂ.૪૨, પિરામલ એન્ટરપ્રાઈસ રૂ.૩૯.૩૦ ઘટીને રૂ.૨૬૦૩.૨૦, હેસ્ટર બાયો રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૧૫૦૬.૮૫, ગ્લેનમાર્ક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૬૪૧.૬૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૯.૨૦ ઘટીને રૂ.૭૭૮.૧૫, ન્યુલેન્ડ લેબ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૬૩૬.૯૦, અજન્તા ફાર્મા રૂ.૯ ઘટીને રૂ.૧૦૨૪.૬૦, સિપ્લા રૂ.૪.૫૦ ઘટીને રૂ.૫૨૧.૨૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૨૭૭૮.૫૫, સન ફાર્મા રૂ.૨.૩૦ ઘટીને રૂ.૪૬૭.૫૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ૧૬૩૧ શેરો નેગેટીવ બંધ : ૧૯૧ શેરોમાં મંદીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી સાવચેતીમાં ફંડો, ખેલંદાઓએ વ્યાપક ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૧ અને વધનારની સંખ્યા ૯૭૪ રહી હતી. ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૧૦૪૦ કરોડની વેચવાલી : DIIની રૂ.૮૧ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૧૦૪૦.૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૩૮૭.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૪૨૭.૮૧ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૪૪૮.૩૩ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૯૨.૦૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૫૬.૨૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૦.૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૫૩૮.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૬૧૮.૮૫ કરોડની વેચવાલી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TSlYVM
via Latest Gujarati News

Post a Comment

0 Comments