પામતેલ ઉછળી રૂ.600ની સપાટી ફરી વટાવી ગયું : અન્ય આયાતી ખાદ્યતેલો પણ ઉંચકાયા

મુંબઈ,તા. 03 એપ્રિલ, 2019, બુધવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી.  માગ જળવાઈ હતી.  વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ઉંચકાતા  તેની પાછળ ખાદ્યતેલોના ભાવ ઉંચા બોલાતા થયાના નિર્દેશો હતા. ક્રૂડતેલ પાછળ બાયોડિઝલ  માટે ખાદ્યતેલોની માગ વધતી હોય છે  તેના પગલે વિશ્વ બજારમાં  ખાદ્યતેલોના ભાવ મક્કમ હતા.

મલેશિયામાં આજે  પામતેલનો વાયદો વધી છેલ્લે  ૩૩, ૨૬, ૨૨ તથા ૧૭ પોઈન્ટ પ્લસમાં હતો.   જોકે  પામ પ્રોડકટના ભાવ શાંત હતા.  મુંબઈ હાજર  બજારમાં  ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૫૯૮ વાળા  ૬૦૦ પાર કરી ૬૦૨ હતા.   જેએનપીટીના ભાવ રૂ.૫૯૫ વાળા  ૫૯૯ બોલાતા હતા.  વિવિધ રિફાઈનરીના  વેપારો  રૂ.૫૯૮થી ૬૦૨ના  મથાળે વિવિધ ડિલીવરીઓ માટે આશરે ૩૦૦થી ૪૦૦ ટનના થયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ   રૂ.૫૨૦ વાળા  ૫૨૫  બોલાતા હતા. 

  વાયદા બજારમાં આજે  સીપીઓ વાયદાના ભાવ  ૫૩૫.૮૦ રહ્યા પછી  ૫૩૯.૧૦  થઈ સાંજે  રૂ.૫૩૭   હતા.   સોયાતેલ વાયદાના ભાવ ૭૩૫.૧૫ રહ્યા પછી  ૭૩૮ થઈ સાંજે  ૭૩૬ હતા. અમેરિકામા શિકાગો સોયાતેલ વાયદો  ઓવરનાઈટ  ૩૮થી ૩૯ પોઈન્ટ  વધ્યા પછી આજે  પ્રોેજેકશનમાં  ભાવ સાંજે ૧૦ પોઈન્ટ પ્લસમાં હતા.   

ઓવરનાઈટ  સમાચારમાં  સોયાખોળનો વાયદો   ૧૧થી ૧૩ પોઈન્ટ  વધ્યો હતો.   સોયાબીનનો વાયદો  ૪૪થી ૪૬ પોઈન્ટ   ઉછળ્યો હતો.   અમેરિકા તથા  ચીન વચ્ચે વેપાર  મંત્રણાઓ આગળ વધતાં   વેપાર સમજૂતીના આશાવાદ વચ્ચે  અમેરિકાના  બજારો ઉંચકાતા  રહ્યા છે. ન્યુયોર્ક કોટન   વાયદો ઓવરનાઈચટ  નજીકની  ડિલીવરીમાં   ૯થી ૧૮ પોઈન્ટ માઈનસમાં હતા. દૂરની ડિલીવરીના ભાવ ૩૪થી ૩૫ પોઈન્ટ પ્લસમાં   બોલાયા હતા.  

મુંબઈ બજારમં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૮૦ના મથાળે શાંત હતા જ્યારે    રાજકોટ  બાજુ ભાવ   રૂ.૯૨૦થી ૯૫૦ તથા ૧૫ કિલોના ભાવ  રૂ.૧૫૦૦થી ૧૫૨૦ હતા.  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૮થી ૭૧૦ વાળા વધુ વધી રૂ.૭૧૨ થી ૭૧૫ હતા.   મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ  રૂ.૭૪૫ વાળા  ૭૫૦ બોલાયા હતા.   

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ  ૧૦.૭૦ લાખ ગાંસડી  રૂની ખરીદી  ટેકાના ભાવોએ કરી છે આ પૈકી મોટાભાગની ખરીદી  મહારાષ્ટ્ર તથા તેલંગણા ખાતેથી કરવામાં આવ્યાના સમાચાર હતા.  મુંબઈ બજારમાં સોયાતેલના હાજર ભાવ ડિગમના   રૂ.૬૯૦ વાલા  ૬૯૫થી ૬૯૭ હતા.  રિફા.ના ભાવ રૂ.૭૩૫ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના વધી ૭૬૩થી ૭૬૫ બોલાતા  હતા. 

મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ વાળા ૭૬૫  જયારે કોપરેલના  ભાવ ઘટતા અટકી ૧૦ કિલોના  રૂ.૧૧૮૦ના મથાળે ટકેલા હતા.   દિવેલના ભાવ ઉછળી કોમર્શિયલના  ૧૧૪૩,  એફએસજીના  રૂ.૧૧૫૩ તથા એફએસજી કંડલાના  રૂ.૧૧૩૩ બોલાયા હતા.   ચીન માટે  દિવેલની  નિકાસ માટે આશરે   બે હજાર ટનના વેપારો થયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. 

મુંબઈ હાજર એરંડાના  ભાવ ઉછળી  આજે  રૂ.૫૫૬૫  બોલાયા હતા.   મુંબઈઆ ખોળ બજારમાં આજે  એરંડા ખોળના  ભાવ ટનના રૂ.૪૧૦૦ના મથાળે   ટેકલા હતા. જ્યારે  સિંગખોળના ભાવ રૂ.૫૦૦  વધી  રૂ.૨૫૦૦૦ જયારે સનફલાવર ખોળના ભાવ ટનના ૫૦૦ વધી રૂ.૨૫૦૦૦ હતા.   સોયાખોળના ભાવ  રૂ.૩૨૮૭૦ વાળા ઉછળી રૂ.૩૩ હજાર પાર કરી રૂ.૩૩૯૧૦થી ૩૩૯૧૫ બોલાયા હતા. અન્ય ખોળો શાંત હતા.  મગફળીની આવકો ગોંડલ બાજુ ૭ હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૬ હજાર ગુણી નોંધાઈ હતી.  મથકોએ મગફળીના ભાવ હાજરમાં ૨૦ કિલોના જાતવાર  રૂ.૮૨૦થી ૮૫૦ તથા ઉંચામાં ભાવ રૂ.૯૩૫થી ૯૪૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સનફલાવરના ભાવ કાચાતેલના સીઆઈએફ  ધોરણે વિવિધ ડિલીવરીના ૭૦૫ ડોલર  હતા. સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશ  બાજુ આજે  ૮૦ હજાર ગુણી  નોંધાઈ હતી.   હાજર ભાવ  રૂ.૩૭૦૦થી ૩૮૨૫ તથા  પ્લાન્ટના  રૂ.૩૮૨૫થી  ૩૯૨૫ હતા.   સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે  ૧ લાખ ૭૫ હજાર ગુણી નોંધાઈ હતી.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YMeVl5
via Latest Gujarati News

Post a Comment

0 Comments