આ મુખ્યમંત્રીના કાફલા પાસેથી મળ્યા 1.80 કરોડ, કોંગ્રેસનો સ્ફોટક આક્ષેપ

નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019, બુધવાર

કોંગ્રેસે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને ભાજપ પર નોટના બદલામાં વોટ ખરીદવાનો આરોપ મુક્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, સીએમ પેમાના કાફલામાંથી 1.80 કરોડ રુપિયા ગઈકાલે રાતે મળી આવ્યા હતા. રાતે 12 વાગ્યે પૈસા પકડાય છે અને સવારે 10 વાગ્યે પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધે છે. શું આ પૈસા પીએમ રેલીમાં ભીડ એકઠી કરવા માટે આપવાના હતા?

કોંગ્રેસના આક્ષેપના પગલે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.આ પહેલા પણ કોંગ્રેસે નોટબંધીના નામે ભાજપે નાણાકીય ફાયદો લીધો હોવાના આક્ષેપો અવાર નવાર કરેલા છે. જોકે એક મુખ્યમંત્રીના કાફલા પાસેથી આટલી જંગી રકમ મળી આવે તેવો આક્ષેપ કદાચ પહેલી વખત કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I6TRQo
via Latest Gujarati News

Post a Comment

0 Comments