લોકસભા ચૂંટણી 2019: 9 રાજ્યોની 71 બેઠકો પર આવતીકાલે ચોથા તબક્કનુ મતદાન


નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર

આવતીકાલે સોમવારે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાશે. 9 રાજ્યોની કુલ 71 બેઠકો પર 12.79 કરોડ મતદાતાઓ 945 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચોથા તબક્કામાં બિહારની 5, જમ્મુ-કાશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓડિસાની 6, મહારાષ્ટ્રની 17, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર મતદાન થશે.

ભાજપ અને તેની સહયોગી પાર્ટી માટે ચૂંટણીનો આ તબક્કો ઘણો મહત્વનો માનવામાં આવે છે. કારણ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં આ તબક્કાની 71 સીટોમાંથી 56 સીટો પર તેમને જીત મળી હતી. બાકીની સીટો પર 2 કોંગ્રેસને જીત મળી હતી. જ્યારે TMCને 6 અને BJDને 6 સીટ મળી હતી.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IOSZ4a
via Latest Gujarati News

Post a Comment

0 Comments