નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2019, રવિવાર
ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ઉઠતા ફેની તોફાનને લઇને ચેતવણી જાહેર કરી છે. આ તોફાન આવનારા 12 કલાકમાં ગંભીરરૂપ લઇ શકે છે અને 24 કલાકમાં તે અતિ ખતરનાક રૂપ લઇ શકે છે. 1 મે સુધી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને તે બાદ ધીમે-ધીમે તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે.
હવામાન વિભાગ ચેન્નઇના અધિકારીએ કહ્યું કે, રવિવારે રાત્રે અને સોમવાર સવાર સુધી આ ચક્રાવાતી તોફાન તેજ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, શક્યતા છે કે તે 30 એપ્રિલ અને 1 મે સુધી આ તોફાન તમિલનાડુ અને દક્ષિણ આંધ્રના કિનારા પાસે પહોંચી શકે છે. ફેની તોફાન 1 મે બાદ પોતાની દિશા બલદશે અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. જો કે તે તમિલનાડૂ અને દક્ષિણ આંધ્રના તટને પાર કરશએ નહી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZFt4ki
via Latest Gujarati News
0 Comments