નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા દરમિયાન આચારસંહિતાના ભંગ બદલ વિવિધ રાજ્યોમાંથી કુલ રૂપિયા 3205 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિવિધ ચૂંટણી પંચ, વિવિધ રાજ્યોની પોલીસ અને અન્ય એજન્સીઓએ 1185 કરોડના ડ્રગ-નાર્કોટિક્સ, 770 કરોડની રોકડ અને 709 કરોડનું સોનું જપ્ત કર્યુ છે. 2014મી લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત થયેલા મુદ્દામાલની સરખામણીમાં આ ચૂંટણીમાં 156.3 ટકાનો વધારો થયો છે. જો કે હજુ ચૂંટણીના ચાર તબક્કા બાકી છે.
2014ની લોકસભા ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ જપ્ત થઇ હતી જ્યારે 2019ની લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા દરમિયાન 770 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ રોકડ તમિલનાડુમાંથઈ 215 કરોડ, આંધ્રપ્રદેશમાંથી 137 કરોડ અને તેલંગણામાંથી 68.82 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ચૂંટણી દરમિયાન 1185 કરોડના ડ્રગ્સ અને નાર્કોટિક જપ્ત કરવામાં આવ્યા છે. જેના જથ્થાનું વજન 62 મેટ્રિક ટન છે. જેમાં ઉત્તરપ્રદેશમાંથી સૌથી વધુ 19.4 મેટ્રિક ડ્રગ્સ અને નાર્કોટિક્સ ઝડપાયા છે. ચૂંટણી પંચે સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી આયોજીત કરવાનું એલાન કર્યુ છે ત્યારે જપ્ત થઇ રહેતા મુદ્દામાલમાં હજુ પણ ધરખમ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ લોકસભા ચૂંટણીમાં ગેરકાયદે દારૂની રેલમછેલ પણ એટલી જ થઇ છે. અત્યાર સુધીમાં દેશભરમાં 1.33 કરોડ લિટર ગેરકાયદે દારૂ ઝડપાયો છે. જે પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 લાખ લિટર, ઉત્તર પ્રદેશમાં 15.54 લાખ લિટર અને પશ્ચિમ બંગાળમાં 14.06 લાખ લિટર દારૂ ઝડપાયો છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કુલ 64 લાખ લિટર દારૂ ઝડપાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYF9v6
via Latest Gujarati News
0 Comments