શ્રીનગરમાં પોલીસ ચોકી પર હુમલો કરનાર જૈશના ત્રણ આતંકીઓની ધરપકડ


શ્રીનગર, તા.28 એપ્રિલ, 2019, રવિવાર

શુકેરવારના રોજ શ્રીનગરના ચાનપોરા વિસ્તારમાં આવેલ પોલિસ ચોકી પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલિસ કર્મી ઘાયલ થયો હતો. પોલિસે આ હુમલામાં સંડોવાયેલાત્રણ આતંકીઓની ધરપકડ કરી છે.

શ્રીમગરના પોલિસ વડા હસીબ મુઘલના જણાવ્યાનુસાર પોલિસ ચોકી પર હુમલો કરનાર મુસ્તાક, જુનૈદ અને લતીફ નામના ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલસે કહ્યુ કે હુમલા બાદ અમે સબુતના આધાર પર શકમંદ ઇસમોની ધરપકડ કરી અને તેમની પુછપરછ દરમિયાન એક વ્યક્તિએ ગુન્ડો કબુલી હુમલા અંગેની સંપુર્ણ માહિતી આપી હતી.

જેના આધારે બાકીના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી. આ ત્રણે આતંકીઓ જૈશ-એ-મહોમદના હોવાનું પણ પોલિસે જણાવ્યુ હતું. હુમલાની વ્ગિત એવી છ કે જુનૈદ નામનો આતંકી પહેલા પાસપોર્ટ વેરિફિકેશનના બહાને પોલિસ ચોકીમાં ગયો હતો અને નિરીક્ષણ કર્યુ હતું.

જ્યારે તેણે જોયુ કે અંદર કોઇ ખાસ બેકઅપ નથી તો તેણે બહાર આવી અને પોતાના સાથીઓને આ વાત કરીત્ત્યારબોદ ત્રણેએ મળઈને પોલિસ ચોકી પર હુમલો કર્યો. પોલિસે આ ત્રણેની કશ્મીરના બડગામ જિલ્લાના અલગ અલગ સ્થળ પરથી ધરપકડ કરી છે. ઉપરાંત તેમની પાસેથી એક ચીની પિસ્તોલ, મેગેજીન અને લાઇવ કારતુસ તેમજ હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવેલી મોટર સાયકલ જપ્ત કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ILV7JV
via Latest Gujarati News

Post a Comment

0 Comments