
નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવાનું છે. પરંતુ દેશમાં તેના અગાઉ મતદાન શરૂ થઇ ગયું છે. દેશના પૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં ITBPના જવાનોએ લોકસભા 2019નો પહેલો મત આપ્યો છે.
અરૂણાચલ પ્રદેશમાં સર્વિસ વોટર્સ તરીકે મતદાન કરવામાં આવ્યું. અરૂણાચલ પ્રદેશમાં તૈનાત ઇન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ(ITBP)ની લોહિતપુર સ્થિત યૂનિટે મતદાન કર્યું, જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
નોંધનીય છે કે, દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં 11 એપ્રિલે પહેલુ મતદાન થશે જ્યારે 19 મેના રોજ છેલ્લુ મતદાન થશે. તેમજ મતગણતરી 23 મેના રોજ યોજાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G4fTl6
via Latest Gujarati News
0 Comments