અમિત શાહની ઉમેદવારી રદ કરવા કોંગ્રેસની માગ, લગાવ્યા આવા આરોપ

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

કોંગ્રેસે ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહની ઉમેદવારી રદ કરવાની માંગણી ચૂંટણી પંચ સમક્ષ કરી છે.

કોંગ્રેસે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, અમિત શાહે ઉમેદવારીપત્ર ભરતી વખતે કરેલા સોગંદનામામાં સાચી જાણકારી છુપાવી છે.અમિત શાહે એક નહી બે જગ્યાએ ખોટી માહિતી આપી છે.

કોંગ્રેસના ઉમેદાવર સી જે ચાવડાએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યુ હતુ કે, સરકારી માહિતી પ્રમાણે અમિત શાહની પ્રોપર્ટીની કિંમત 66.5 લાખ રુપિયા છે પણ અમિત શાહે તેની કિંમત 25 લાખ જ દર્શાવી છે. ઉપરાંત અમિત શાહ જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, પુત્ર જય શાહની કંપની માટે પોતાની પ્રોપર્ટી ગિરવે મુકીને 25 કરોડની લોન લીધી હતી.જેનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો જ નથી.

જોકે પાર્ટીના ગુજરાત પ્રવક્તા ભરત પંડ્યાએ વળતો આરોપ લગાવતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ અમિત શાહની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્નક કરી રહી છે.જે લોન લેવાઈ હતી તે ચુકવીને ગિરવે મુકેલી પ્રોપર્ટી છોડાવી લેવાય છે.વગર તપાસ કરે કોંગ્રેસ આરોપો મુકી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2If3IUk
via Latest Gujarati News

Post a Comment

0 Comments