નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર
દેશમાં ડેટા સસ્તા થવાથી વર્ષ 2023 સુધીમાં ઈંટરનેટ યૂઝર્સની સંખ્યામાં 40 ટકાનો વધારો થશે અને સ્માર્ટફોન યૂઝ કરતા લોકોની સંખ્યા પણ બમણી થઈ જશે. એર રીપોર્ટ અનુસાર વર્ષ 2013થી અત્યાર સુધીમાં ડેટાનો ખર્ચ 95 ટકા ઘટ્યો છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ ક્ષેત્ર વર્ષ 2025 સુધીમાં બમણુ વધી જશે અને જે આંકડો 355થી 436 અરબ ડોલર સુધી પહોંચી જશે.
ડિજિટલ ઈંડિયા ટેકનોલોજી ટુ ટ્રાંસફોર્મ એ કનેક્શન નેશન નામના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત ડિજિટલ ઉપભોક્તા માટે ઝડપથી વિકસતું બજાર છે. અહીં વર્ષ 2018 સુધીમાં ઈંટરનેટના 56 કરોડ યૂઝર્સ હતા જે માત્ર ચીન દેશથી જ ઓછા હતા.
દેશમાં મોબાઈલ ડેટા યૂઝર સરેરાશ પ્રતિ માસ 8.30 જીબી ડેટાનો ઉપયોગ કરે છે. આ સરેરાશ ચીનમાં 5.50 જીબી અને દક્ષિણ કોરિયા જેવા ડિજિટલ માર્કેટમાં પણ 8.5 જીબી છે. 17 વિકસિત અને ઉભરતા બજારોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે ભારત કોઈપણ અન્ય દેશની સરખામણીમાં ઝડપથી ડિજિટલ થઈ રહ્યો છે. આ રીપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ પણ છે કે આ કામમાં સરકારી પ્રયત્નોથી મદદ મળી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PzKfPz
via Latest Gujarati News
0 Comments