ડાન્સ દેખાડી વિદેશમાં ફેમસ થયો મુંબઈનો અક્ષત, જુઓ જોરદાર ડાન્સનો video


નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર

વર્લ્ડ ટીવીમાં સૌથી પ્રખ્યાત શો એટલે બ્રિટન્સ ગોટ ટેલેન્ટ. આ શોમાં મુંબઈના 13 વર્ષના અક્ષત સિંહએ નિર્ણાયકો અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. અક્ષતને તેના ડાન્સ બદલ ગોલ્ડન બઝર મળ્યુ અને નિર્ણાયકોએ તેના પર્ફોમન્સ બાદ પોતાની ખુરશી પરથી ઊભા થઈ તેનું અભિવાદન પણ કર્યું. આ શોના ચાર નિર્ણાયકો એટલે કે સાઈમન કોવેલ, ડેવિડ વિલિયમ્સ, એલેશા ડિક્સન અને અમાંડા હોલ્ડન. 

અક્ષત 13 વર્ષનો છે પરંતુ તેનું વજન વધારે છે. વજન વધારે હોવા છતા તેણે સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કર્યો. અક્ષતએ ડાન્સ કરતા પહેલા જણાવ્યું હતું કે તેના બે જ ઉદ્દેશ છે એક કે તે બધાને ખુશ રાખવા માંગે છે અને બીજું કોઈ કામ અશક્ય નથી હોતું તે સાબિત કરવું. અક્ષતે પોતાના ડાન્સની શરૂઆત બોલિવૂડના દેવા શ્રીગણેશા ગીતથી કરી અને પછી રૈપર નિકી મિનાઝના ગીત પર પણ ડાન્સ કર્યો. અક્ષતનો ડાન્સ એટલો જબરદસ્ત રહ્યો કે નિર્ણાયકો અને દર્શકો પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XR1Ky2
via Latest Gujarati News

Post a Comment

0 Comments