મુંબઈ, તા. 27 એપ્રિલ 2019 શનિવાર
કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા જ શિવસેના સાથે જોડાનાર પ્રિયંકા ચતુર્વેદીને મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેમને પાર્ટીના ઉપનેતા બનાવ્યા છે. ઉપનેતાની જવાબદારી મળવાથી પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો.
પ્રિયંકા ચતુર્વેદીને આ જવાબદારી પાર્ટી સાથે જોડાવાના 1 અઠવાડિયા બાદ મળી છે. તેઓ 19 એપ્રિલે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.
ઉપનેતાની જવાબદારી મળવા પર પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ કે આભાર ઉદ્ધવ ઠાકરે, મને એક સંગઠનાત્મક ભૂમિકા અને જવાબદારી આપવા માટે જેથી હું પોતાની ક્ષમતા અનુસાર પાર્ટીમાં યોગદાન આપી શકુ.
ફેસબુક પર તેમણે લખ્યુ, ઉદ્ધવ ઠાકરેને મારો ઘણો આભાર. આપે જે મને આટલી મોટી જવાબદારી સોંપી છે અને મારી પર વિશ્વાસ મૂક્યો છે તેની તમામ અપેક્ષા પર હું ખરી ઉતરવા શિવસેના માટે કામ કરીશ. શિવસેનાના પદાનુક્રમમાં પાર્ટી અધ્યક્ષના પદ બાદ નેતા અને ઉપનેતાના પદ મહત્વપૂર્ણ છે. પાર્ટીમાં અધ્યક્ષ, 12 નેતા અને 24 ઉપનેતા હોય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VuxtY6
via Latest Gujarati News
0 Comments