અમિતાભ બચ્ચન 20 વરસ બાદ દક્ષિણની અભિનેત્રી સાથે કામ કરશે


- 'બાહુબલી' ની   શિવગામી દેવી અને બિગ બી તમિલ   ફિલ્મમાં  કામ કરી રહ્યા છે જે હિંદીમાં પણ  રિલીઝ  થશે 

મુંબઇ, તા. 5 એપ્રિલ 2019, શુક્રવાર

અમિતાભ  બચ્ચન  હાલ  એક  તમિળ  ફિલ્મ 'ઉયર્ન થા  મનિથન'  ના  શૂટીંગમાં  વ્યસ્ત  છે. આ  ફિલ્મમાં  તેમની ે સાથે દક્ષિણની  ફિલ્મોની  અભિનેત્રી  રામ્યા કૃષ્ણન  પણ કામ કરી રહી  છે. આ જોડી  ૨૦ વરસ બાદ  ફરી એક સાથે  કામ કરશે.  આ પહેલા  બંનેએ  સુપરહિટ  હિંદી    ફિલ્મ  'બડે  મિયાં  છોટે મિયાં'  માં સાથે  કામ કર્યું હતું. 

'ઉયર્નથા  મનિથન'  બિગ  બીની  તમિલ  ડેબ્યુ  ફિલ્મ હશે.  ફિલ્મનું  દિગ્દર્શન  તમિલવાન કરી  રહ્યો  છે.  ફિલ્મમાં  અમિતાભ ફૂલ લેન્થ રોલમાં  જોવા મળશે.  આ  ફિલ્મ હિંદી  ભાષામાં  પણ રિલીઝ  થવાની  છે.

ફિલ્મના  દિગ્દર્શકે   જણાવ્યું  હતું કે, ''અમિતજી અને રામ્યાની  જોડી  દર્શકોને  દિલચસ્પ  ફિલ્મમાં  જોવા મળશે.  હજી  તો  ફિલ્મના  ઘણા દ્રશ્યોનું  શૂટીંગ બાકી  છે.'' 

આ  પહેલાં  અમિતાભે  ફિલ્મના  પોેતાના પાત્રના  લુકની  તસવીરો  ફેસબુક  પર મુકી હતી.  જેમાં  તેઓ સફેદ  ધોતિયું  અને સફેદ  શર્ટ સાથે  લાલ રંગના  ગમછામાં  જોવા  મળ્યા હતા. તેમણે  તસવીર સાથે લખ્યું હતું કે, ''ઢળતી  વય સાથે એક ચીજનો  હમેશાં  અફસોસ  રહે  છે કે 'તુ'   બોલાવવાવાળા  ઓછા  થતા  જાય છે. 

આ   ફિલ્મની  ઘોેષણા  ૨૦૧૮માં  જ કરવામાં આવી હતી.  ફિલ્મ તમિલ  સાથે હિંદીમાં પણ  બનાવવામાં  આવી રહી ક છે. બિગ બીએ  આ ફિલ્મ  માટે ૩૫  દિવસ  ફાળવ્યા  છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uOY4Ac
via Latest Gujarati News

Post a Comment

0 Comments